નવલી નવરાત્રિની પૂર્ણાહૂતિ થઇ છે.

વિજ્યાદશમીના પર્વે પ્રાચિન ગરબીની બાળાઓને

લ્હાણી વિતરણ કરવામાં આવી હતી. દરમિયાન

રઘુવંશી સમાજ દ્વારા મહિલા મંડળ અને વિવિધ

સંસ્થાના સંયુક્ત ઉપક્રમે લોહાણા મહાજન

વાડીમાં પ્રાચિન ગરબી યોજાઇ હતી. પ્રાચિન

ગરબીની પરંપરાને જીવિત રાખવા માટે યોજાયેલ

ગરબીમાં રઘુવંશી સમાજની દિકરીઓએ રાસ

ગરબાની રમઝટ બોલાવી હતી.

ખાસ કરીને દિકરીઓએ તલવાર રાસ રજૂ

કરી જોનારાને મંત્રમુગ્ધ કર્યા હતા. દરમિયાન

આયોજકોએ જણાવ્યું હતું કે, ગરબીમાં પ્રવેશ

ફિ 251 રખાઇ હતી જે પરત કરી અંદાજે

3,000ની કિંમતની સોનાની ગિફ્ટ ગરબીની દરેક

બાળાઓને અપાઇ હતી. આ તકે દશેરાના દિવસે

શસ્ત્રપૂજન પણ કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર રેશમા સમા જુનાગઢ