શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘણીએ આજે બાસ્કેટબોલની વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બનેલી ટીમોને ટ્રોફી આપીને સન્માનિત કરી હતી. મંત્રીશ્રી આજરોજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની મુલાકાત લીધી હતી અને ત્યાં રમાઈ રહેલી ૩૬ મી નેશનલ ગેમ્સ અંતર્ગતની બાસ્કેટબોલ 5x5 ની ફાઇનલ મેચ નિહાળીને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યાં હતાં. મંત્રીશ્રી એ મેન્સ તથા વિમેન્સ ટીમમાં વિજેતા ખેલાડીઓને મેડલ આપીને સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત મંત્રીશ્રી જીતુભાઈ એ વિજેતા ટીમ સાથે સંવાદ કરીને તેમણે બિરદાવ્યા પણ હતી. તેમની આ મુલાકાતમાં સાંસદ શ્રીમતી ડો.ભારતીબેન શિયાળ, ધારાસભ્ય સુશ્રી વિભાવરીબેન દવે, ડેપ્યુટી મેયર શ્રી કૃણાલ કુમાર શાહ, સ્ટેન્ડીગ કમિટિ ચેરમેનશ્રી ધીરૂભાઇ ધામેલીયા, મહાનગરપાલિકા કમિશ્નરશ્રી એન.વી.ઉપાધ્યાય, બાસ્કેટબોલ એસોસિએશનનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.