પોરબંદરની દરિયાઈ પટ્ટી પર મેગા ડીમોલેશન હાથ ધરાતા લોકો એકઠા થયા .ખાપટ અને મેમણવાડમાં એસ.પી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો
પોરબંદર જિલ્લાના દરીયાઈ પટ્ટીના વિસ્તારમાં તેમજ શહેરમાં ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવા માટે તંત્ર દ્રારા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે તંત્ર પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર બાંધકામને તોડવા પહોંચી ત્યારે રોષે ભરાયેલા મુસ્લિમ સમાજના લોકો આક્રોશમાં સાથે વિવાદવાળા સ્થળ પર પહોંચવા કુચ કરી હતી.જેમાં મેમણવાડ તેમજ ખાપટ વિસ્તારમાં લોકોના ટોળા એકઠા થયા હતા બનાવની જાણ થતા પોરબંદર એસ પી રવિમોહન સૅની સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો અને ટોળાને વિખેરવા પોલીસે લાલઆંખ કરી હતી અને ટીયર ગેસના સેલ છોડ્યા હતા.
પોરબંદરમાં આઠ જગ્યા પર મેગા ડિમોલેશન મામલે વાતાવરણમાં તંગદિલી સર્જાઈ હતી. શહેરના મેમણવાડા વિસ્તારમાંથી નીકળેલા ટોળા પર પર કાબુ મેળવવા માટે ત્રણથી વધુ ટીયર ગેસ છોડવામાં આવ્યા હતા. ઘટનામાં પોલીસ અને મુસલમાનોના એક થી વધુ ટોળા આમને સામને આવી જતા વાતાવરણ તંગ જોવા મળ્યું હતુ. જિલ્લામાં ગઈકાલે થયેલા ડીમોલેશન મામલે મુસ્લિમ સમાજ રોષે ભરાયો હતો. શહેરના મેમણવાડા વિસ્તારમાં મુસલમાન મહિલાઓ તથા પુરુષોના ટોળે ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા. પોલીસે ટોળાને રોકવા પ્રયાસ કરતા બેકાબુ ટોળાએ પોલીસને પણ દાદ આપી ન હતી.
ઉદ્યોગનગર વિસ્તારમાં વિવાદ વાળી જગ્યા પર જવા આક્રમક થયેલા મુસ્લિમ ટોળાના લોકો આક્રોશમાં સાથે વિવાદવાળા સ્થળ પર પહોંચવા કુચ કરી હતી જેમાં પુરુષો સાથે મહિલાઓ પણ જોડાઈ હતી. મુસલમાનોના ટોળાને ત્યાં પહોંચતા રોકવા પોલીસે પણ તાત્કાલિક બંદોબસ્ત ગોઠવ્યો હતો અને પરિસ્થિતિ પર કાબુ મેળવવા ઘટના સ્થળે પોલીસ કાફલો પહોંચ્યો હતો. પરંતુ બેકાબુ બનેલા મુસલમાનોના ટોળાએ પોલીસને પણ દાદ આપી ન હતી.બાદ ખાપટ વિસ્તારમાં ડીમોલેશન કરવા ગયેલી ટિમ ને રોકવા લોકો ભેગા થતા મામલો વધુ ગરમાયો હતો જ્યારે પોલીસ દ્વારા ત્યાં પણ ટીયર ગેસ ના સેલ છોડવા મજબુર થઈ હતી.