પાવીજેતપુરમાં બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવી જઇ મેઘાની ધમાકેદાર પધરામણી થતા નગરમાં ઠીક ઠેકાણે પાણી થઈ જવા પામ્યા હતા.
છેલ્લા કેટલાક સમયથી એમ લાગતું હતું કે ચોમાસુ અલવિદા કહી જતું રહ્યું છે પરંતુ છેલ્લા બે ત્રણ દિવસથી બાફયુક્ત વાતાવરણ થઈ જતા આજે સવારથી જ વાતાવરણમાં પલટો દેખાતો હતો. અને બપોરે તો જાણે વાદળો ઘેરાય જતા કાળુ ડીબાંગ વાતાવરણ થઈ ગયું હતું. બપોરના ચાર વાગ્યા પછી વાતાવરણમાં વધુ પલટો આવતા પાવીજેતપુર પંથકના આજુબાજુના કેટલાક વિસ્તારોમાં મેઘાની પધરામણી થઈ જવા પામી હતી. જ્યારે બપોરે ૪:૩૦ વાગ્યા પછી પાવીજેતપુર નગરમાં પણ મેઘાની ધમાકેદાર એન્ટ્રી થઈ જતા જાણે ફરીથી ચોમાસું બેસી ગયું હોય એવી પ્રતીતિ થઈ રહી હતી. શેરીઓમાંથી પાણી વહી ગયા હતા જ્યારે કેટલીક ઠેકાણે પાણીઓ ભરાઈ જાય એટલું પાણી થઈ ગયું હતું. જ્યારે કેટલાક કિશાનોનું કહેવું હતું કે આ પાણી જાણે ડાંગર કપાસને પાણીનો છેલ્લો ડોઝ મળી ગયો હોય તેમ લાગી રહ્યું છે. તેથી આ પાણી ખેતીને ખૂબ ફાયદાકારક થશે ત્યારે કેટલાક કિશાનોએ ડાંગર કાઢી લીધી હતી તેઓને નુકસાન પણ થવા પામે છે.
આમ, પાવીજેતપુર પંથકમાં બપોરમાં વાતાવરણમાં એકાએક પલટો આવી જઈ મેઘાની ધમાકેદાર એન્ટ્રી થતા નગરમાં ઠેર ઠેર પાણી થઈ જવા પામ્યું હતું.