સુરત શહેરમાં દશેરાના તહેવાર નિમિત્તે ૧૦ કરોડથી વધુના વેચાણ થયું.

સુરત આજે 5 હજાર દુકાનોમાંથી 5 લાખ કિલો ફાફડા-જલેબીનું વેચાણ થવાનો અંદાજ. રાવણ દહનનો ખુશીનો અવસર લોકો ફાફડા-જલેબી ખાઇને દશેરા રૂપે ઉજવે છે. કોરોનાના 2 વર્ષ બાદ આ વર્ષે સુરતીઓ કોઇપણ પ્રતિબંધ વગર ફાફડા-જલેબી લિજ્જત માણી શકશે. દુકાનદારોએ મંગળવારથી જ રો-મટિરિયલ બનાવવાનું શરૂ કરી દીધું હતું. એક અંદાજ મુજબ દશેરા પર સુરતીઓ 10 કરોડથી વધુના ફાફડા-જલેબી ઝાપટી જશે. તેલમાં બનાવેલી જલેબીનો ભાવ ગત વર્ષે 280 રૂપિયે કિલો હતો જે હાલ 320 રૂપિયા છે. શુદ્ધ ઘીની જલેબીનો ભાવ 350થી 380થી 400થી 450 રૂપિયા જોવા મળી રહ્યો છે. mmઆ ઉપરાંત ફાફડા 400 રૂપિયા કિલો વેચાઇ રહ્યા છે.