રાજકોટના સ્લમ ગણાતા ભગવતીપરા વિસ્તારનો વિકાસ કરવા માટે ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ સૂત્રને ચરિતાર્થ કરવા લોકસેવા અને સમાજ સેવાના સંકલ્પ સાથે આજે મનીષાબેન ચકુભાઈ મઠીયા મેમોરીયલ ટ્રસ્ટની અનાવરણ વિધિ સાથે લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ભગવતીપરા સ્થિત બંધુલીલા પબ્લિક સ્કૂલ અને બોરીચા સમાજની વાડી ખાતે કાર્યરત થનાર આ સેવાભાવી ટ્રસ્ટની અનાવરણ વિધિ આજે તા.૮મીએ ગુરૂવારે સાંજે ૫ વાગ્યે થશે. ત્યારબાદ સાંજે ૭ વાગ્યે ભોજન સમારંભ પણ રાખવામાં આવ્યો છે.

આ તકે વાહન વ્યવહાર મંત્રી અરવિંદભાઈ રૈયાણી, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, ગુજરાતનું ગૌરવ એવા કમાભાઈ (કમો) વગેરે વિશેષ ઉપસ્થિત રહેશે.

આગામી દિવસોમાં આ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ અને આરોગ્ય માટેની શિબિર, રક્તદાન કેમ્પ, જરૂરિયાતમંદ લોકોને આર્થિક અને સામાજીક મદદ કરવા સહિતના જનહિતના કાર્યો કરવામાં આવશે તેમ બંધુલીલા ગ્રુપના ચકુભાઈ વાલાભાઈ મઠીયા, ભરતભાઈ ચકુભાઈ મઠીયા અને હિતેષભાઈ ચકુભાઈ મઠીયાએ જણાવ્યું છે.