ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ પક્ષપલ્ટુ પર સક્રિય થઇ ગયા છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પોતાનો ચૂંટણી પ્રચારમાં વેગ આપે તે પહેલા જ કોંગ્રેસમાં ભંગાણ થઇ રહ્યા છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે વેઢે ગણાય તેટલા જ મહિના રહ્યા છે ત્યારે હવે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસમાંથી વધુ એક ધારાસભ્યએ કોંગેસ પક્ષમાંથી રાજીનામુ આપીને ભાજપમાં જોડાઈ ગયા હતા.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
આજે જૂનાગઢ જિલ્લાના વિસાવદરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ કમલમ ખાતે કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. હર્ષદ રિબડીયા સાથે તેમના સમર્થકો પણ ભાજપમાં જોડાયા હતા. ગત ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષમાંથી વિસાવદર સીટ પરથી ચૂંટણી જીતનાર હર્ષદ રિબડીયા આજે ભાજપમાં જોડાયા બાદ કહ્યું હતું કે મને કોઈ રૂપિયાની ઓફર થઇ નથી. હર્ષદ રિબડીયા ભાજપમાં જોડાઈ જતા વિસાવદરની બેઠક પરથી ભાજપ ફરીથી તેમને ટિકિટ આપે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.
આ અગાઉ કોંગ્રેસના નેતા ઉદયસિંહ ચૌહાણે પણ કોંગ્રસ ઉપ્રમુખ પદેથી રાજીનામુ આપ્યું હતું. તેમને કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના કેટલા ધારાસભ્યો કોંગ્રેસ છોડી રહેશે.