ઈશ્વરિયા ગામે લમ્પી રોગચાળા સામે ગૌધનને રસીકરણ કરાયુંરા જ્યભરમાં ફેલાયેલાં લમ્પી વાયરસ સામે સુરક્ષાત્મક પગલાં તરીકે પશુઓનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે તે અંતર્ગત ભાવનગરના સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામે ગૌધનને લમ્પી રોગચાળાથી રક્ષિત કરવાં માટે આજે રસીકરણ કરવામાં આવ્યું હતું.ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ અંતર્ગત ઈશ્વરિયા દૂધ સહકારી મંડળીના સંકલન સાથે પશુ ચિકિત્સકશ્રી ડો. ધવલભાઈ સોલંકી દ્વારા ગામના ગાય અને વાછરડાને રસી મૂકવામાં આવી હતી.આયોજનમાં સાથે રહેલ કાર્યકર્તાશ્રી હિતેશગીરી ગોસ્વામીના જણાવ્યા મુજબ ઈશ્વરિયા ગામે લમ્પી રોગચાળાના વચ્ચે તકેદારી રૂપે ૫૦૦થી વધુ પશુધનને આજે રસી મૂકવામાં આવી હતી. જેનો લાભ ગામના મોટાભાગના પશુપાલકોને મળ્યો હતો.