પાવીજેતપુર તાલુકાની ભેંસાવહી હાઈસ્કૂલમાં ધોરણ ૧૦,૧૨ ના બાળકો તથા શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

છોટાઉદેપુર ધારાસભ્ય નું સન્માન કરાયું

        પાવીજેતપુર તાલુકાની ભેંસાવહી હાઈસ્કૂલમાં ધોરણ ૧૦,૧૨ ના વિદાય લેતા બાળકો તેમજ નિવૃત્ત થતા ગુજરાતીના શિક્ષકનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. તેમજ છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા નું સન્માન કરવામાં આવ્યું હતું.

           પાવીજેતપુર તાલુકાની ભેંસાવહી હાઇસ્કુલના ધોરણ ૧૦ અને ૧૨ ના વિદાય લેતા બાળકો તેમજ ગુજરાતીના શિક્ષક શ્રી શંકરભાઈ ફોગટભાઈ રોહિતની વય નિવૃત્તિ થતા વિદાય સમારંભ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમજ છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાખવાનું ફૂલહાર તેમજ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. વિદાય લેતા શિક્ષક શ્રી શંકરભાઈ રોહિતે પોતાની ફરજ દરમ્યાનના સંસ્મરણો વાગોળ્યા હતા તેમજ તમામ સ્ટાફ નો આભાર માન્યો હતો. શાળાના બાળકોએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. 

            આ સમયે છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ શિક્ષણને વધુ મજબૂત કરવા માટે પાયો વધુ મજબૂત કરવો પડશે તે માટે ભેંસાવહી હાઈસ્કૂલ તેમજ સીથોલ હાઇસ્કુલને એક થી આઠ માટે પ્રાથમિક વિભાગ ચાલુ કરવા જણાવ્યું હતું. તેમજ જે શિક્ષણ શહેરોમાં મેળવે છે તેવું જ શિક્ષણ ગરીબ આદિવાસી બાળકોને મળી રહે અને શિક્ષણનું સ્તર ઉચું આવે તે માટે સક્રિય પ્રયાસો કરવા જણાવ્યું હતું તેમજ પ્રાથમિક વિભાગ માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટેની બાંહેધરી આપી આચાર્યોને પીઠબળ પૂરું પાડ્યું હતું. પાવીજેતપુર તાલુકાનું સ્પોર્ટ્સ સંકુલ રતનપુર ખાતે પાંચ કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં ગરીબ આદિવાસી બાળકોને સરળતાથી તબીબી શિક્ષણ મળી રહે તે માટે ઉચ્ચ સ્તરે મેડિકલ કોલેજની રજૂઆત કરવામાં આવી હતી જે બજેટમાં મંજૂર થઈ જતા સમગ્ર છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સહિતના તમામ માટે ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થશે. આમ, છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષણનું સ્તર ઊંચું આવે તે માટેના તમામ સક્રિય પ્રયાસો છોટાઉદેપુરના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા દ્વારા કરવામાં આવી રહ્યા છે. 

          આ સમયે ભેંસાવહિ હાઈસ્કૂલના ઇન્ચાર્જ આચાર્ય ડી સી કોલી, સિથોલ હાઇસ્કુલ ના આચાર્ય શાહિદભાઈ શેખ તેમજ તેઓનો સ્ટાફ, ઉમેશભાઈ શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.