ધાનેરા વિધાનસભાની ચુંટણીમાં ભાજપ તરફથી ધારાસભ્યના ઉમેદવાર ભગવાનદાસ પટેલના સમર્થનમાં આજે ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ધાનેરા ખાતે આવી પહોંચ્યા હતા અને વિશાળ જનમેદની વચ્ચે જાહેર સભા સંબોધી ભાજપના ઉમેદવાર ભગવાનદાસ પટેલને જંગી બહુમતીથી જીતાડવા હાકલ કરી હતી.