રાજકારણમાં ચૂંટણીના ભણકારા શરૂ થઈ ચૂક્યા છે, ચૂંટણી નજીક છે દિવસે ને દિવસે ચૂંટણી માહોલ જામતા જાય છે ત્યાર ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પર છેલ્લા પાંચ ટર્મથી કોળી સમાજ પર વર્ચસ્વ ધરાવતા પરસોતમભાઈ સોલંકીએ બરોબરની પક્કડ જમાવેલી છે આગામી વિધાનસભાની ચુંટણી અનુસંધાને લઈ કેન્દ્ર સ્થાનેથી નેતાઓ બેઠકો કરી રહ્યા છે ભાજપ દ્વારા કન્દ્રીય મંત્રીઆને વિધાનસભા વિસ્તારોમાં મોકલવામાં આવી રહ્યા છે . અને ખાસ કરીને જ્યાં ભાજપને. ચૂંટણીમાં નુક્સાન થતાં પરિબળો હોય અથવા તો ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનું નબળું પરિણામ આવ્યું હોય તે વિસ્તારામાં મંત્રીઓને મોકલવામાં આવી રહ્યા છે સિહોરના બંધન ખાતે કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરાએ બેઠક લીધી હતી જેમાં કોળી સમાજના આગવાનો તેમજ ભાજપના આગેવાન કાર્યકરા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભાવનગર ગ્રામ્ય બઠક પર વર્ષોથી ભાજપ અન કોળી સમાજનું પ્રભુત્વ રહ્યા છે . વર્ષ 1998 માં ધોધા વિધાનસભા બેઠક પર કોળી સમાજ પર વર્ચસ્વ ધરાવતા પરસોત્તમભાઈ સાલંકી વિજતા બન્યા બાદ ઘોઘા બેઠકનું વિભાજન છતાં ભાવનગર ગ્રામ્ય બેઠક પર પણ પરસોત્તમભાઈ સોલંકી ધારાસભ્ય તરીકે સતત જીત હાંસલ કરી છે .