410 કરોડ ના ખર્ચે બનેલી ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' પહેલા જ દિવસથી કમાણી મામલે રેકોર્ડ બનાવી રહી છે. આ ફિલ્મ એ પહેલા દિવસે કમાણીના અનેક રેકોર્ડ તોડ્યા છે. ફિલ્મે ઓપનિંગ ડે પર ભારતમાં કુલ 35 કરોડનું કલેક્શન કર્યું છે. ગ્લોબલ બિઝનેસ ગ્રોસ 75 કરોડ રૂપિયાનો રહ્યો છે. અને બીજા દિવસે એટલે કે શનિવારે ફિલ્મે વધુ 85 કરોડ ની કમાણી કરી છે. આ રીતે કુલ કલેક્શન 160 કરોડથી વધી ગયું છે. કોરોના બાદ આ પહેલી હિન્દી ફિલ્મ છે, જે માત્ર બે દિવસમાં સૌથી વધુ કમાણી કરી રહી છે. ભૂલ ભુલૈયા-2નું ટોટલ કલેક્શન 266.88 કરોડ રહ્યું હતું. પહેલાં જ દિવસે 'બ્રહ્માસ્ત્ર'ની અંદાજે 11 કરોડ ની ટિકિટ વેચાઈ હતી. જ્યારે હિંદી બેલ્ટમાં 10 કરોડ રૂપિયાની ટિકિટ વેચાઈ હતી. અયાન મુખર્જી ની આ ફિલ્મ 'RRR'ના હિંદી વર્ઝનને એડવાન્સ બુકિંગમાં પાછળ મૂકી દીધું છે. રાજમૌલિની આ ફિલ્મ RRR નુ એડવાન્સ બુકિંગ 7 કરોડનું હતું.અયાન મુખર્જીના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ 9 સપ્ટેમ્બરના રોજ ભારતમાં કુલ 5019 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે, અને વિદેશમાં 3894 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે. ફિલ્મના ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ સ્ટાર સ્ટુડિયોની પાસે છે. આ ફિલ્મ વર્લ્ડવાઇડ 8913 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી છે.