અ-ધર્મ ઉપર ધર્મના વિજયના પ્રતિક સમાન વિજયાદશમીના અવસરે શસ્ત્ર પૂજનનુ અનન્ય મહત્વ હોય ત્યારે સિહોર શહેર અને જિલ્લાભરમાં ક્ષત્રિય, કારડીયા રાજપુત સમાજ દ્વારા પરંપરાગત રીતે શસ્ત્રપુજન વિધિના કાર્યક્રમો યોજાયા હતા. મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામચંદ્રજીએ લંકાના રાજા રાવણ ઉપર આસો માસની સુદ દશમના પર્વે વિજય મેળવ્યો હતો ત્યારથી આ વિજયના માનમાં ઉજવાતા વિજયાદશમીના મહાપર્વે શસ્ત્રપૂજનની પરંપરા શરૂ થઈ છે. આજના પવિત્ર પર્વે શસ્ત્ર ધારણ કરનારાઓએ હથિયારોનું પૂજન કરવાનું વિશેષ મહત્વ હોય સૈન્ય સંગઠનો તંત્ર દ્વારા થાય છે. નવલા નવરાત્રિમાં નવ દિવસની ઉપાસના બાદ૧૦ માં દિવસે વિજયની કામના સાથે શસ્ત્રોનું પૂજન કરાય છે. આ પરંપરા મુજબ સિહોર તાલુકા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ દ્વારા રજપૂત સમાજની વાડી ખાતે શસ્ત્રપૂજન કાર્યક્રમ યોજાયો હતો આગેવાનો દ્વારા શસ્ત્રપૂજન સાથે પૂજનવિધિ કરાઈ હતી. અહીં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા