સિહોરના લીલાપીર રોડ ઉપર રહતા અને શાકભાજી ની લારી ચલાવી ગુજરાત ચલાવતા યુવાન ને આજ વિસ્તાર ખાતે રહેતા શખ્સ ઉભો રાખી મકાઈ માગી હતી ત્યાર યુવાને જણાવેલ કે પૈસા આપવા પડશે ત્યારે ઉશ્કેરાયેલા શખ્સ સહિત ચાર શખ્સોએ શાકભાજીની લાવી લઈ પરત ઘર જઈ રહેલા બંને ભાઈઓ પર છોરી વતી હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી જાન થી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ સિહોર પોલીસ મથકમાં નોંધાઈ હતી આ બનાવની જાણવા મળતી વિગત મુજબ સિહોરના લીલાપીર રોડ પર રહેતા અને શાકભાજીની લારી ચલાવી ગુજરાત ચલાવતા સુલેમાનભાઈ અને તમના ભાઈ મોહમ્મદભાઈ શાકભાજી નો વ્યવસાય કરી પરત ઘરે આવી રહ્યા હતા ત્યાર સરકા ના દરવાજા પાસે મેહુલ ઉર્ફે ડુંગો રમેશભાઈ એ મહંમદભાઈને ઊભા રાખી મકાઈ આપવા જણાવ્યું હતું . મહમદભાઈએ જણાવેલ કે પૈસા થશે પૈસાની માંગણી કરતા મેહુલ ઉર્ફે ડુંગો દિનેશ રમેશભાઈ સંગીતાબેન રમેશભાઈ અને મનીષાબેન રમેશભાઈ એ મોહમ્મદભાઈ અને આરીકૃભાઈ પર છરી વતી હુમલો કરી ગાળો આપી જાનકી મારી નાખવાની ધમકી આપી હતી બંને ઇજાગ્રસ્ત ભાઈઓને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા . આ બનાવ અંગે બ મહિલા સહિત ચાર શખ્સા વિરુદ્ધ આરીફભાઈ અ સિહોર પધ્લીસમાં ફરિયાદ નાંધાવી હતી