આજરોજ વિજયાદશમી નિમિત્તે સમગ્ર રાજ્યમાં જયારે શસ્ત્રો પૂજન કરવામાં આવ્યું છે ત્યારે અમરેલી જિલ્લામાં પણ પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની ઉપસ્થિતિમાં આજરોજ પોલીસ હેડક્વાર્ટર અમરેલી ખાતે વિજયાદશમી નિમિતે શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્ર પૂજન કરવામાં આવેલ. જેમાં ના.પો.અધિ.શ્રી, પી.આઇ.શ્રીઓ, વિવિધ શાખાના પી.એસ.આઇ તેમજ પોલીસ કર્મચારીઓ હાજર રહેલ.

જેમાં શાસ્ત્રી મહારાજ દ્વારા શસ્ત્ર પૂજન ની વિધિ અનુસાર શસ્ત્રનું પૂજન કરવામાં આવ્યું. તેમજ અમરેલી જીલ્લાનાં તમામ પોલીસ સ્ટેશનો/શાખાઓ ખાતે થાણા અધિ.શ્રી તેમજ પોલીસ કર્મચારીઓની હાજરીમાં શસ્ત્ર પૂજન કરવામાં આવેલ. આમ, વર્ષોથી ચાલતી પરંપરા આજે પણ પોલીસ દ્વારા જાળવી રાખી છે.

રિપોર્ટર ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.