પકડાયેલ આરોપી - આશીફભાઇ બફાતીભાઇ શેખ ઉ.વ. - ૨૩ રહે . ધારી. હીમખીમડીપરા, તા.ધારી જી.અમરેલી, મ્હે . પોલીસ મહાનિદેશકશ્રી , સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ , ગુજરાત રાજય , ગાંધીનગર નાઓ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ સ્પેશ્યલ ઝુંબેશ રાખેલ હોય જે સબબ શ્રી અશોકકુમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગર નાઓએ રેન્જના જીલ્લાઓમાં નાસતા ફરતા આરોપીઓ / ફરાર કેદીઓ પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે શ્રી હિમકર સિંહ સાહેબ પોલીસ અધિક્ષક , અમરેલી નાઓ દ્વારા રાજય / જીલ્લાના નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી પેરોલ / ફ્લો તથા વચગાળાના જામીન રજા પરથી ફરાર કેદીઓને પકડવા તથા ડ્રાઇવ દરમ્યાન અસરકારક કામગીરી કરવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે શ્રી કે.જી.મયા ( ગઢવી ) પો.સબ.ઇન્સ . પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી નાઓની ટીમ દ્રારા અમરેલી સીટી પો.સ્ટે . પાર્ટ એ ગુ.ર.નં .૧૧૧૯૩૦૦૩૨૨ ૦૮૮૬/૨૦૨૨ IPC કલમ -૩૬૩,૩૬૬ , ૩૭૬ ( ૨ ) એન . તથા પોકસો કલમ -૪ , ૬ , ૮ , ૧૦ વિ . મુજબના કામે નાસતા ફરતા આરોપીને ધારી હીમખીમડી પરા વિસ્તાર માંથી તા .૦૪ / ૧૦ / ૨૦૨૨ ના રોજ ચોક્કસ બાતમી આધારે હસ્તગત કરી આગળની ધટતી કાર્યવાહી કરવા અમરેલી સીટી પો.સ્ટે . ને સોપી આપેલ . ગુન્હાની વિગતઃ આ કામે આરોપીએ ફરીયાદીની દીકરી સગીર વયની હોવાનું જાણવા છતાં બદકામ કરવાના ઇરાદે સગીર વયની બાળાને ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી લલચાવી ફોસલાવી અપહરણ કરી બાળા સાથે અવાર નવાર મરજી વિરૂધ્ધ બળાત્કાર કરી ગુન્હો કરેલ અને આ ગુન્હામાં આરોપી નાસતો ફરતો હતો આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક , શ્રી હિમકર સિંહ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ શ્રી કે.જી.મયા ( ગઢવી ) પો.સ.ઇ પેરોલ ફર્લો સ્કવોર્ડ તથા ASI જીતેન્દ્રભાઈ મકવાણા , શ્યામકુમાર બગડા હેડ કોન્સ . બ્રીજરાજસિંહ વાળા પો.કોન્સ . નરેશભાઇ લીંબડીયા , ફારૂકભાઇ પઠાણ એ રીતેના જોડાયેલ હતા

. રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી.