જૂનાગઢના વોર્ડ નં. 15 ના ભાજપના કોર્પોરેટર

જીવાભાઇ સોલંકીના પુત્ર હરેશે બીલખા રોડ પર

આવેલી કોમર્સ કોલેજ સામે આંબેડકરનગરમાં

રહેતા જયેશ ઉગાભાઇ પાતર (ઉ. 26) ની

ગત રાત્રે છરીના ઘા ઝીંકી હત્યા કરી નાંખી છે.

બનાવ અંગે મૃતકની માતા મંજુલાબેન (ઉ. 52)

એ ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં

જણાવ્યું છેકે, પોતાના પુત્રએ ગઇકાલે ગરબીમાં

આરતી ઉતારવા માટે ચડાવો કર્યો હતો.

રાત્રે સાડા અગીયારેક વાગ્યે જયેશનો ભાઇ

અનીલ પોતાની દુકાને બેઠો હતો ત્યારે મૃતક

જયેશ, હરેશ જીવાભાઇ સોલંકી, વિવેક ઉર્ફે

ટકો વાળા, કિશોર સહિતના લોકો જયેશના

ઘરમાં ગયા હતા. થોડીવારમાં જયેશના ઘરમાંથી

બોલાચાલી અને રાડારાડીનો અવાજ આવ્યો

હતો. આથી અનીલ, વિવેક અને કિશોર

જયેશના ઘરમાં ગયા હતા. એ દરમ્યાન જયેશ

પેટ પર હાથ રાખીને બહાર આવ્યો. અને

દુકાનની સામે ગલીમાં જઇને પડી ગયો હતો.