નોબેલ પુરસ્કાર સપ્તાહ 2022 અંતર્ગત વિવિધ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર લોકોને સન્માનિત કરવામાં આવી રહ્યા છે. નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત શુક્રવારે નોર્વેના સમય અનુસાર 11 વાગ્યે કરવામાં આવશે.
નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનીની યાદીમાં ભારતીય ફેક્ટ-ચેકર્સ મોહમ્મદ ઝુબેર અને પ્રતિક સિંહાના નામ પણ સામેલ છે.
નોબેલ શાંતિ પુરસ્કાર 2022ની રેસમાં 343 ઉમેદવારો છે, જેમાંથી 251 વ્યક્તિઓ અને 92 સંસ્થાઓ છે. આ તમામ માહિતી રોઇટર્સના સર્વેમાં સામે આવી છે. નોબેલ કમિટી ક્યારેય નોમિનીના નામ અગાઉથી જાહેર કરતી નથી. નામાંકન અંગેની માહિતી મીડિયા પાસે પણ નથી કે ઉમેદવારો પોતે પણ તેમના નામાંકનથી વાકેફ નથી.
*મધર ટેરેસા અને કૈલાશ સત્યાર્થીને પણ નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો હતો.
ઝુબેરની તાજેતરમાં ધરપકડ કરવામાં આવી હતી
AltNews ના સ્થાપકો માટે નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેશન એવા સમયે આવે છે જ્યારે ઝુબેરની તાજેતરમાં જ દિલ્હી પોલીસ દ્વારા ચાર વર્ષ જૂના 2018 ની ટ્વિટ માટે ધરપકડ કરવામાં આવી હતી. આ સિવાય ઝુબૈર વિરુદ્ધ ઉત્તર પ્રદેશમાં ઘણી જગ્યાએ કેસ નોંધાયેલા છે. ઝુબૈર પર સમાજમાં નફરત વધારવા અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવાનો આરોપ છે. લગભગ એક મહિના પછી 20 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટે તેમને જામીન પર મુક્ત કર્યા હતા.ટ્વીટને ઉશ્કેરણીજનક અને બે ધર્મો વચ્ચે નફરત ફેલાવનાર ગણાવી હતી. ઝુબેરને એક મહિના સુધી દિલ્હીની તિહાર જેલમાં રહેવું પડ્યું હતું. આ દરમિયાન ઝુબેરની ધરપકડની દુનિયાભરમાં નિંદા થઈ હતી.
રિપોર્ટર : વારિસ સૈયદ, હિંમતનગર.