જસદણ ખાતે જસદણ માં RSS ના સ્થાપના દિવસની ઉજવણી સંઘનો 98માં સ્થાપના દિવસ ઉજવણી જસદણમાં વિજયા દસમીના પાવન દિવસે આરએસએસ દ્વારા જસદણ શહેરમાં પથ સંચલન કરવામાં આવ્યું હતું. જસદણની ડીએસવી કે હાઈસ્કૂલ થી સરદારચોક વેકરીયા ચોક મફોતિયાપરા વાજસુરપરા જુના બસ સ્ટેન્ડ થી જસદણની મેઈન બજાર માંથી પથ સંચલન કરવામાં આવ્યું હતું. જસદણ તાલુકાના આરએસએસ ના સ્વયંસેવકો દ્વારા પંથ સંચલન બાદ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતુ જસદણ શહેરમાં છેલ્લા દસેક વર્ષથી આરએસએસ દ્વારા વિજયા દશમીના દિવસે પથ સંચલનનું આયોજન કરવામાં આવી રહ્યું જે વિસ્તારમાંથી આરએસએસના સ્વયંસેવકો પથ સંચલન કરીને પસાર થતા હતા ત્યાં લોકો ફૂલોથી વધાવી રહ્યા હતા