ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સીરીઝની ત્રીજી T20 મેચ મંગળવારે ઈન્દોરમાં રમાઈ હતી. આ મેચમાં ઘણા અદ્ભુત નજારા જોવા મળ્યા. દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોએ રનનો વરસાદ કર્યો. પરંતુ એક એવો પ્રસંગ આવ્યો જ્યાં દરેક ચાહક આશ્ચર્યચકિત થઈ ગયા. કારણ કે સાઉથ આફ્રિકાના બેટ્સમેનના પોતાના જ પગ સ્ટમ્પ ઉડી ગયા હતા, પરંતુ તે પછી પણ તે અણનમ રહ્યો હતો. ખાસ વાત એ હતી કે એક જ બોલ પર બે બેટ્સમેન બે વખત આઉટ થયા અને તે પછી પણ વિકેટ પડી ન હતી. આ વાત એકદમ ગૂંચવણભરી લાગે છે.
વાસ્તવમાં ભારત માટે મોહમ્મદ સિરાજે ઇનિંગની 17મી ઓવર ફેંકી હતી. સિરાજે 17મી ઓવરના પાંચમા બોલ પર નો બોલ ફેંક્યો, જે ઊંચાઈના કારણે નો બોલ જાહેર કરાયો હતો. આ બોલ ટી.સ્ટબ્સે રમ્યો હતો અને ઉમેશ યાદવે બાઉન્ડ્રી પર કેચ પકડ્યો હતો. પરંતુ તે નો-બોલ હતો, તેથી સ્ટબ્સ અણનમ રહ્યો હતો. અહીં સાઉથ આફ્રિકાને ફ્રી-હિટ મળી, જેવા જ મોહમ્મદ સિરાજ આ બોલને ફેંકવા આવ્યો, ત્યારે જ રિલે રોસોના પગથી પોતાના જ સ્ટમ્પ પડી ગાયા.
રોસો ફ્રી-હિટનો લાભ લેવા માટે ક્રીઝની ખૂબ પાછળ આવી રહ્યો હતો, જે દરમિયાન તેનો પગ સ્ટમ્પ પર વાગ્યો અને સ્ટમ્પ ઉખડી ગયા. પરંતુ તે ફ્રી-હિટ હતો અને બોલ પણ ફેંકાયો ન હતો તેથી તે નોટઆઉટ રહ્યો. એટલે કે દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન એક જ બોલ પર બે વખત આઉટ થયા હતા અને બંને વખત નોટઆઉટ રહ્યા હતા.