જીલ્લા પંચાયત ખાતે જીલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારીના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત જીલ્લાની ૧૦ પ્રાથમિક શાળાઓને સ્વચ્છ વિદ્યાલય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે. કુલ રૂ. ૯૪,૦૦૦/- જેટલી રકમના પુરસ્કાર પ્રાથમિક શાળાઓને આપવામાં આવ્યાં છે.

          

જે અંતર્ગત ગ્રામ્ય વિસ્તારની કેટેગરીમાં ઝાલોદ તાલુકાની માંડલી ખુંટા પ્રા. શાળા જીલ્લામાં પ્રથમ ક્રમ મેળવી ૧૫૦૦૦/-, દેવગઢબારિયા તાલુકાની રેબારી પ્રા. શાળા બીજા ક્રમ સાથે ૧૨૦૦૦/- અને દાહોદ તાલુકાની જાલત મુખ્ય પ્રા. શાળા ત્રીજા ક્રમ સાથે ૧૦૦૦૦/- રકમનું પુરસ્કાર પ્રાપ્ત કર્યો છે. જયારે શહેરી વિસ્તારની કેટેગરીમાં ઝાલોદ તાલુકાની શ્રી સ્વામી વિવેકાનંદ વિદ્યાલય લીમડી ૧૫૦૦૦/- નું પુરસ્કાર પ્રાપ્ત કર્યુ છે. જયારે વિવિધ ૬ સબ કેટેગરીમાં ઝાલોદ તાલુકાની બિલવાણી પ્રા. શાળા, ઝાલોદ મુવાડા કુમાર પ્રા. શાળા, કાળીગામ ગુજ્જર પ્રા. શાળા, દેવગઢબારિયા તાલુકાની લવારિયા પ્રા. શાળા, દાહોદ તાલુકાની ઠક્કરબાપા પ્રા. શાળા અને ખંગેલા પ્રા. શાળા તમામે ૭૦૦૦/- નું પુરસ્કાર પ્રાપ્ત કર્યું છે. 

      

આ પુરસ્કાર શાળાના મુખ્ય શિક્ષકોએ સ્વીકાર્યા છે. જીલ્લા વિકાસ અધિકારીશ્રીએ શિક્ષકોને શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતા અને માર્ગદર્શન પણ આપયું હતું. તેઓએ જીલ્લાના બાળકોની અધ્યયન નિષ્પત્તિમાં સુધારા માટે પણ હાકલ કરેલ. તેમજ જીલ્લાની પ્રાથમિક શાળાઓમાં સ્વચ્છતા સંદર્ભે, કિચન ગાર્ડનના નિર્માણ અને માવજત માટેના વિવિધ પ્રયાસો કરવા માટે પણ જરૂરી સૂચનો આપ્યા હતા.