સિહોર સહિત જિલ્લામાં નવલા નોરતા આજે રાત્રે પુર્ણ થશે. કાલે દશેરા પર્વની ઉજવણી કરવામાં આવશે.અને રાવણદહન તથા શસ્ત્રપૂજન ક રવામાં આવશે. આજે પ્રાચીન - અર્વાચીન રાસોત્સવમાં લ્હાણી તથા ઇનામ વિતરણ કરવામાં કાલે મોટા પ્રમાણમાં લોકો મિઠાઇ આરોગશે. હવે શરદપુર્ણિમાએ ફરી રાસ-ગરબાની ફરી રમઝટ બોલાશે. વિજય માટેનો સફળ સંઘર્ષ એટલે દશેરા ક્ષત્રિયોએ કરેલા ધર્મ અને સત્યોના વિજયોત્સવ તરીકે સમગ્ર ભારતવર્ષમાં વિજયાદશમીનું પર્વ ઉજવાય છે. સિહોર કારડીયા રાજપૂત સમાજ વિજયાદશમી નિમિતે શસ્ત્ર પૂજન કાર્યક્રમ તારીખ ૦૫.૧૦.૨૦૨૨ બુધવાર ના રોજ સવારે ૯.૦૦ કલાકે રાજપૂત સમાજની વાડી પ્રગટેશ્વર રોડ સિહોર ખાતે યોજાશે જેમાં સમાજના સૌ એ હાજરી આપવા અનુરોધ કરાયો છે. આજેપ્રચીન - અર્વાચીન રાસોત્સવમાં લ્હાણી તથા ઇનામ વિતરણ : કાલે મિઠાઇ આરોગશે :