સિહોર અમદાવાદ રોડ પર આવેલ રેલવે ફાટક બાંલો સમય બંધ રહેતા વાહનોની કતારો લાગી જાય છે અને ખાસ્સો સમય ઈંધણ અને સમયનો વેડફાટ થાય છે. જોકે આ રેલવે ક્રોસીંગ પર ઓવરબ્રીજ બનાવવા અવાર નવાર રજૂઆતો થતી રહી છે. પરંતુ જવાબદાર તંત્રના બહેરાકાને આ વાત અથડાતી નથી. જેથી કાયમી ટ્રાફીકનો પ્રશ્ન ઉઠવા પામ્યો છે. સિહોર શહેરમાં અમદાવાદ રોડ ઉપર રેલવે ફાટક આવેલ આ ફાટક ટ્રેન અથવા માલગાડીઓ આવવાની હોય તે પહેલા ૧૦ કે ૧૫ મીનીટે રેલવે ફાટક બંધ કરી દેવામાં આવે છે. અને ટ્રેન અથવા માલગાડી રેલવે સ્ટેશન પર આવીને પાંચ મીનીટમાં ઉપડી ગયા બાદ આગળના સીગ્નલ ન મળે ત્યા સુધી રેલવે ફાટક ખોલવામાં આવતુ નથી. આ રોડ ઉપર બે જી.આઇ.ડી.સી. આવેલ છે. તેમજ વડીયા, ઉસરડ તેમજ વલભીપુર, ઘાંઘળી, સમાડી, બરવાળા, ધંધુકા, ધોલેરા, અમદાવાદઆવા અનેક ગામો સિહોરથી જવા માટેએક જ રોડ છે. અને હાઇવે હોવાથી ચોવીશ કલાક આ રોડ નાનામોટા વાહનોથી ધમધમતો રહે છે અને આ રોડ પર આંખા દિવસ રાત દરમિયાન અવારનવાર ટ્રેન અથવા માલગાડી આવવાના કારણે લાંબો ટાઇમ ફાટક બંધ થઇ જવાના કારણે નાના મોટા વાહનોની બન્ને સાઇડોમાં કતારો લાગી જવાના કારણે ટ્રાફીક જામ થઇ જાય છે. અને સામ સામે વાહનો થઇ જવાના કારણે ઘણીવાર કલાકો સુધઈ વાહનો નીકળી શકતા નથી. ક્યારેક અમદાવાદ દર્દીને લઇ જતી એમ્બ્યુલન્સ પણ ફસાઇ જાય છે. તો વડીયા-ઉસરડ કે ઘાંઘણી જેવા ગામોમાં થઈ પણ ઇમરજન્સી દર્દીઓને સિહોર સરકારી દવાખાને કે પ્રાઇવેટ હોસ્પિટલમાં લાવવા હોય ત્યારે પણ વ્યાપક અગવાડતા ભોગવવી પડે છે, આ અમદાવાદ રોડના ફાટક પર ઓવરબ્રીજ બનાવા માટે અવાર નવાર રજુઆતો કરવા છતા કોઇ જ નિર્ણય જવાબદાર તંત્ર દ્વારા લેવાતો નથી. અને લોકો રાહદારીઓ નછુટકેમુશ્કેલી વેઠવાનો વારો આવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
UP समेत 12 राज्यों में बारिश का अलर्ट, MP में 3 दिन तक उमसभरी गर्मी पड़ेगी; राजस्थान में तापमान 38º पहुंचा
उत्तर प्रदेश समेत देश के 12 राज्यों में तेज बारिश का अलर्ट जारी किया गया है। मौसम विभाग ने बताया...
रोज़ 30 दिनों तक खजूर वाला दूध पीने से क्या होगा | Milk with dates benefit | Amit
रोज़ 30 दिनों तक खजूर वाला दूध पीने से क्या होगा | Milk with dates benefit | Amit
ભાવનગર ખાતે પત્રકાર એકતા પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાહતા.
ભાવનગર ખાતે પત્રકાર એકતા પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાહતા.
ભાવનગર મહુવા વિદ્યાર્થીઓએ મેડલ પ્રાપ્ત કરતા તેઓનું સ્વાગત કરી તેમને સન્માનિત કરવામાં આવ્યા.
ભાવનગર મહુવા વિદ્યાર્થીઓએ મેડલ પ્રાપ્ત કરતા તેઓનું સ્વાગત કરી તેમને સન્માનિત કરવામાં આવ્યા.
અમરેલી શહેરમાંથી એક પરપ્રાંતીય ઇસમ પરશુ માવીને દેશી તમંચા (અગ્નિશસ્ત્ર) સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ.
અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.બી.ટીમ આજ રોજ તા.૧૪/૦૩/૨૦૧૩ નાં રોજ...