ખંભાતમાં અકીક પથ્થરની ચોરી કરનાર ૪૧ હજારના જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા છે.એસ.ઓ.જી.પોલીસને બાતમી મળતા ખંભાત ફુર્જા મહોલ્લાથી સબજેલ તરફની બાજુમાં આવેલ ઝાડીમાં ચોરીના અકીક પથ્થરો ભરેલી કોથળીઓ લઈને બે ઈસમો બેઠા હોઇ તેને કોર્ડન કરી પૂછપરછ કરતા ૪૧ હજારના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડી કાઉદેસરની કાર્યવાહી હાથ ધરી છે.