રાજ્યમાં લઠ્ઠાકાંડ સર્જાયા બાદ 48 કલાકની અંદર ગૃહમંત્રી રાજીનામુ નહિ આપે અને મૃતકોના પરિવારને 10 લાખનું વળતર નહિ મળે તો આત્મવિલોપન કરી લઈશું, આ પ્રકારનું નિવેદન કરનાર કોંગ્રેસના કલ્પેશ બારોટ સહીત 6 આગેવાનોની પોલીસે અટકાયત કરી કોર્ટમાં રજૂ કર્યા હતા.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
જોકે ત્યારબાદ તેઓનો છુટકારો નહિ થતા કોર્ટમાં તમામે એવી એફિડેવિટ લખી આપવી પડી કે અમે હવે ‘આત્મ વિલોપન કરીશું નહીં ‘ત્યારબાદ તમામનો છુટકારો થયો હતો.
આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારનાર કાર્યકરોએ કહ્યું હતું કે ગુજરાતની ભાજપ સરકારમાં ગૃહમંત્રીની નિષ્ફળતાના કારણે તાજેતરમાં સર્જાયેલ લઠ્ઠાકાંડમાં મૃતક પરિવારોને 48-કલાકમાં 10 લાખ રૂપિયાની સહાય ચુકવવામાં આવે અને બેજવાબદર અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે તેમજ રાજ્યના નિષ્ફળ અને બેજવાબદાર ગૃહમંત્રી હર્ષ સંઘવીનું 48 કલાકમાં રાજીનામું લેવામાં આવે તેવી અમારી માંગ છે અને તેમ કરવામાં ન આવે તો સોમવારે આત્મવિલોપન કરવાની ફરજ પડશે.
આ પ્રકારના નિવેદન બાદ કોંગ્રેસના કલ્પેશ બારોટ,પવન મિશ્રા, દિનેશ બ્રહ્મભટ્ટ, જીગ્નેશ મિશ્રા,ધર્મેશ સોપારીવાલા અને નિકુંજ કનેરીયાની પોલીસે અટકાયત કરી કોર્ટમાં રજૂ કર્યા હતા જ્યાં હવે અમે આત્મ વિલોપન નહિ કરીએ તે પ્રકારના એફિડેવિટ લખાયા બાદ તમામનો છુટકારો થયો હતો.