વડગામ તાલુકા ના મગરવાડા ગામના આંગણવાડીના બાળકોનું ભવિષ્ય અંધકાર મય..

વડગામ તાલુકાના મગરવાડા ગામે વર્ષો જૂની આંગણવાડી જર્જરીત હોવાને કારણે ખંડિત કરવામાં આવી હતી અને તેની જગ્યાએ જિલ્લા વિકાસ અધિકારીએ નવીન આંગણવાડીની મંજૂરી આપી હતી પરંતુ આ મંજૂરી આપ્યા ને ચારથી પાંચ વર્ષનો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી આંગણવાડી ન બનતા આંગણવાડીના બાળકો ખાનગી મકાનમાં બેસવા મજબૂર બન્યા છે ત્યારે આ ખાનગી મકાન પણ જર્જરીત હાલતમાં હોવાથી ગમે ત્યારે નીચે પડે તેવા એંધાણ વર્તાઇ આવી રહ્યા છે ત્યારે બીજી બાજુ સરકાર દ્વારા લાખો કરોડોનો ખર્ચ કરી બાળકોના ભણતર માટે વ્યાપક ખર્ચ કરવામાં આવી રહ્યો છે પરંતુ વડગામ તાલુકાના મગરવાડા ગામના આંગણવાડીના બાળકો જર્જરિત મકાનની છત નીચે બેસવા મજબૂત બન્યા છે જો અચાનક કોઈ ઘટના ઘટે તો જવાબદાર કોણ કેમ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ નવીન મકાનના બાંધકામમાં વાંધાજનક તત્વો સામે ક્યારે કાર્યવાહી થશે એવા અનેક સવાલો લોકોના મનમાં ઉપસ્થિત થઈ રહ્યા છે..