સુરત શહેર માંથી ૨૬.81 લાખનો મુદ્દમાલ સાથે ડુપ્લીકેટ ફેસવોશ, શેમ્પુ, હેર ઓઇલ સહિતનો જથ્થો ઝડપાયો.
સુરત પુણાગામના સીતાનગર ચાર રસ્તા સ્થિત રાજમહેલ એસી મોલના પહેલા માળે સાયબર ક્રાઇમની ટીમે દરોડા પાડી હિન્દુસ્તાન યુનિલીવર , મેરીકો , હોન્સા કન્ઝ્યુમર પ્રા લિ અને રેકીડ બેન્સકીસર કંપનીના ડુપ્લીકેટ હેર ઓઇલ , શેમ્પુ , કંડીશનર વિગેરે મળી કુલ 26.81 લાખનો મુદ્દામાલ કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.