જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં હોમ

સાયન્સ કૌંભાડ બાદ એલ.એલ.એમ. સેમેસ્ટરના

પેપર ફરી ચેક કરાતા માર્કસ વધારવાનું વધુ એક

કૌભાંડ સામે આવ્યું છે. 2021ના વિદ્યાર્થીઓ

દ્વારા પેપર ફરી ચેક કરાવાતા આઠથી નવ

વિદ્યાર્થીઓના માર્કસ વધીને આવ્યા છે. આ

અંગે યુનિવર્સિટીના કુલપતિએ જીણવટ પૂર્વક

તપાસ કરવા સમિતિની રચના કરવાનું જણાવ્યું

છે. તો વિદ્યાર્થીઓ દ્વારા સ્થાનિક લેવલના બદલે

કેન્દ્ર લેવલથી તટસ્થ તપાસ કરવામાં આવે તેવી

માંગણી કરવામાં આવી છે. એક વર્ષ વિતવા છતાંકૌભાંડની ગંધ ન આવી

નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં પરીક્ષા આપ્યા

પછી જે વિદ્યાર્થીઓના માર્ક્સ ઓછા આવ્યા

હોય તે અસંતુષ્ઠ વિદ્યાર્થીઓ ફરી પેપર ચેક

કરાવે છે. બાદમાં કોઇપણ રીતે માર્ક્સમાં વધારો

થઈ જાય છે. આવા અનેક કિસ્સાઓ પૈકી હોમ

સાયન્સના માર્ક્સ વધ્યા હતા. એલ.એલ.એમ

સેમ-4માં પોલીસ એન્ડ ક્રિમીનલ જસ્ટીસ

સીસ્ટમમાં એક વિદ્યાર્થીને 160 માર્ક્સ આવ્યા

હતા, પરંતુ તેણે પેપર ખોલાવતા તેના 13

માર્ક્સ વધીને 173 થતા તેને પાસ કરવામાં

આવ્યો હતો. આવા અનેક કિસ્સાઓ પૈકી એક

વિદ્યાર્થીના 10 માર્ક્સ તો બીજા વિદ્યાર્થીના 14

માર્ક્સ વધારવામાં આવ્યા હતા, પરંતુ એક વર્ષ

વિતવા છતાં પણ યુનિવર્સિટીમાં આ કૌંભાંડની

ગંધ પણ આવી ન હતી. પાંચથી છ માર્કશીટ સામે આવી

2021માં એલ.એલ.એમ સેમ-4ની પરીક્ષામાં

અનેક વિદ્યાર્થીઓએ પરીક્ષામાં આવેલા

માર્ક્સથી અસંતુષ્ટ થઈને પેપર ખોલાવતા તેમના

માર્ક્સ વધ્યા હતા. આવી પાંચથી છ માર્કશીટ

સામે આવતા યુનિવર્સિટીના પેપર ચકાસતા

પ્રોફેસરો સામે સવાલો ઉઠ્યા છે. યુનિવર્સિટીના

પેપર ખોલાવવા માટે રૂપિયા 2000 પેપર

દીઠ ફી વસૂલ કરવામાં આવે છે, જે અન્ય

યુનિવર્સિટીઓ કરતા પણ અનેક ગણી વધારે છે. ચોક્કસાઈ પૂર્વક તપાસ કરાશે: કુલપતિ ચેતન

ત્રિવેદી

આ અંગે યુનિવર્સિટીના કુલપતિ ચેતન ત્રિવેદીએ

જણાવ્યું હતું કે, હું યુનિવર્સિટીને ક્યારેય કોઈ

દાગ લાગવા નહિ દઉં અને મારે કોઈ રાજકીય

પક્ષ સાથે કંઈ લેવા દેવા નથી. આ કૌભાંડ

બાબતે ચોક્કસાઈ પૂર્વક જીણવટથી તપાસ

સમિતિ દ્વારા તપાસ થશે અને આ બાબતે કોઈ

પણ સંડોવાયેલ હશે તેને છોડવામાં નહીં આવે.