ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે બનાસકાંઠા જિલ્લાની નવ બેઠકો માટે આગામી તા .૫ ડિસેમ્બર -૨૦૨૨ ના મતદાન યોજાનાર છે . આ ચૂંટણી મુક્ત , ન્યાયી અને શાંત વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી આનંદ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ચૂંટણી કામગીરીમાં રોકાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને ચૂંટણીલક્ષી તાલીમ આપી સજ્જ કરવામાં આવી રહ્યા છે . વિધાનસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૨ ના પોલિંગ સ્ટાફની તાલીમના પ્રથમ તબક્કાનો પ્રારંભ થયો છે . પાલનપુર ડેરી રોડ ઉપર આવેલ આઈ.ટી.આઈ. ભવન ખાતે માસ્ટર ટ્રેનર્સ દ્વારા ૧૨ - પાલનપુર વિધાનસભા મતદાર વિસ્તારના કુલ -350 મહિલા મતદાન અધિકારીઓ , 700 પ્રથમ અને દ્વિતીય મતદાન અધિકારીઓ , 483 પ્રમુખ મતદાન અધિકારીઓ , 51 સખી મતદાન કેન્દ્રોના મહિલા મતદાન અધિકારીઓ તથા 5 દિવ્યાંગ મતદાન કેન્દ્રના અધિકારીઓને સમગ્ર ચૂંટણી પ્રક્રિયાની વિસ્તૃત તાલીમ આપી સજ્જ કરવામાં આવ્યા છે . ૧૨ - પાલનપુર વિધાનસભાના મતવિસ્તારના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીશ્રી સુશીલ પરમારના સીધા નિરીક્ષણ હેઠળ તેમના દ્વારા નિયુક્ત કરાયેલા માસ્ટર ટ્રેનર્સ દ્વારા સમગ્ર સ્ટાફને અલગ અલગ બેચ અને 50– 50 ના સમૂહોમાં વિભાજીત કરી સુચારુ રીતે તાલીમ આપવામાં આવી હતી . આ તાલીમમાં પાલનપુર ગ્રામ્ય મામલતદારશ્રી ડી . એમ . કાછડ સહિત વિવિધ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सिसोदिया 10 लाख के मुचलके पर सशर्त जमानत पर छुटे हैं दोषमुक्त नहीं हुए : चुग
भारतीय जनता पार्टी के राष्ट्रीय महामंत्री तरुण चुग ने दिल्ली के पूर्व उप मुख्यमंत्री मनीष...
હઠીપુરા ઉડાન પબ્લિક સ્કૂલમાં ધામધૂમથી નવરાત્રીની ઉજવણી
હઠીપુરા ઉડાન પબ્લિક સ્કૂલમાં ધામધૂમથી નવરાત્રીની ઉજવણી
Hathras School में बच्चे की हत्या को बलि देने से क्यों जोड़ा जा रहा है? ग्राउंड रिपोर्ट (BBC Hindi)
Hathras School में बच्चे की हत्या को बलि देने से क्यों जोड़ा जा रहा है? ग्राउंड रिपोर्ट (BBC Hindi)
વાવના માડકાથી દેથળીને જોડતો રોડ અધૂરો પડયો હોઈ રાહદારીઓ પરેશાન
વાવના માડકાથી દેથળીને જોડતો રોડ અધૂરો પડયો હોઈ રાહદારીઓ પરેશાન
आमदार सुलभाताई खोडके यांच्या निवासस्थानी श्री.गणरायाची विधिवत स्थापना
रिद्धी-सिद्धीचे दैवत , विघ्नहर्त्या श्री .गणरायाचे बुधवारी गणेश चतुर्थीच्या दिवशी आगमन झाले....