વડોદરાના ગોત્રી તળાવ હદ વિસ્તારમાં સરકારી જમીનમાં ઊભા કરાયેલા કબ્રસ્તાનનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવા ભાજપના કોર્પોરેટર નીતિન દોંગાએ પાલિકાની સભામાં રજૂઆત બાદ પાલિકાની ટીમ પોલીસ સાથે દબાણ હટાવવા માટે નિર્ણય કરી સ્થળ ઉપર આવી પહોંચી હતી અને કબ્રસ્તાનની ગેરકાયદે ઓરડી તોડવાની કામગીરી શરૂ થાય તે પહેલા ગેરકાયદે ઓરડીમાંથી દેશી દારૂની પોટલીઓ ભરેલા બે કોથળા મળતાં ભારે ચકચાર મચી ગઇ હતી અને હાજર પોલીસ પણ વિસામણમાં મુકાઈ હતી.

કબ્રસ્તાનની ગેરકાયદે ઓરડીમાંથી દેશી દારૂનો જથ્થો મળતા આ ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને ગેરકાયદે ઓરડી તોડવાનું કામ બાજુ પર રહી ગયું હતું અને દેશી દારૂના જથ્થા અંગે પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી.
આમ,લઠ્ઠાકાંડ બાદ દેશી વિદેશી દારૂના ધંધા હાલ બંધ કરવામાં આવી રહયા છે ત્યારે આ ઓરડીમાં દારૂ કોણ મૂકી ગયું તે અંગે તપાસ શરૂ થઇ છે.