પોરબંદર ૧૮૧ અભયમ ટીમની કાબિલેદાદ કામગીરીથી પતિ પત્ની સાથે દિવાળી ઉજવશે


૧૮૧ ની ટીમ બે પરિવાર વચ્ચે બની વિશ્વાસનો સેતુ


૧૮૧ અભયમ હેલ્પલાઈન પિડીત મહિલાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઇ રહી છે. ઘરેલુ હિંસા, છેડતી, કામના સ્થળે જાતીય સતામણી જેવા અનેક બનાવાેમા મદદ, સલાહ-સુચન, માગઁદશઁન અને બચાવ કરી મહીલાને ભય મુકત બનાવતી અભયમ ટીમ મહીલાઓની મદદ માટે દિવસ-રાત કામ કરી રહી છે.   ત્યારે પોરબંદર જિલ્લાના છેવાડાના ગામમાંથી એક બહેન દ્રારા ૧૮૧ માં ફાેન કરી મદદ માંગીને જણાવ્યુ હતું કે, હુ બે વર્ષથી પિયરમાં રિસામણે છું. મારા માતા-પિતા તથા પતિને સમજાવી મારે સાસરિયામાં જવું છે, જેથી બંને પરિવાર વચ્ચે સમાધાન કરાવવા ૧૮૧ મા કોલ કર્યો છે.
પીડિતાના ફોન બાદ ટીમના કાઉન્સેલર સોલંકી મીનાક્ષી, કોન્સ્ટેબલ કિરણબેન, પાયલોટ કિશન દાસા સહીત સ્થળ પર પહોંચી પીડિતાને આશ્વાશન આપી કાઉન્સિલિંગ કરતા પીડિતાએ જણાવ્યુ કે,  તેમના લગ્નનને ૧૦ વર્ષ થયેલ હોય, તેઓને એક બાળક  પણ હોય અને
 ૨ વર્ષ પહેલા પતિ સાથે ઝઘડો થતાં પિડીત મહિલા પિયરમાં બાળકને લઈ આવી હતી. ત્યાર બાદ સાસરીના લોકોએ બે-ત્રણ વાર સમાધાન માટે વાત કરેલી પણ બંને પરિવાર વચ્ચે સમાધાન થયા નહતા. પરંતુ મારે સમાધાન કરી પતિના ઘરે જવું હોય તેથી બંને પરિવારને સમજાવવા માટે ૧૮૧ ની મદદ જોઇએ છે.  
   ૧૮૧ ટીમ દ્વારા પીડિતાના માતાપિતાની વાત સાંભળી તેઓનું કાઉન્સિલિંગ કરતા પિયરના સભ્યો દિકરીને સાસરે મોકલવા તૈયાર થયા હતા. ત્યારબાદ પીડીતાના પતિને ફોન કરી સ્થળ બોલાવી પીડીતા તથા તેના પતિનું કાઉન્સિલિંગ કરી તેમના અને તેમના બાળકના ભવિષ્ય વિશે સમજણ આપી જીવન જીવવા માટે યાેગ્ય માગઁદશઁન આપ્યું હતું. જેથી પતિ પણ પત્નિ સાથે રહેવા તૈયાર થયો હતો. 
        આમ બન્ને પક્ષ સમાઘાન  માટે માની ગયેલ પરંતુ પીડિતાના પતિ પોલીસ સ્ટેશન જઈ કાયદાકીય રીતે લખાણ કરી પોલીસ સ્ટેશનમાંથી તેઓને તેમની પત્ની સોપવામાં આવે તેવો આગ્રહ રાખતા હોય તેથી બંને પક્ષને મહિલા પોલીસ સ્ટેશન લઇ ગયેલ ત્યાં હાજર મહિલા  કોન્સ્ટેબલ  રમાબેન બાલસને તમામ માહિતીની જાણ કરતા તેઓએ બંને પક્ષોનુ નિવેદન લઇ બંને પક્ષની હાજરીમા પિડીતાને  તેમના પતિને સોંપી હતી.
આમ ૧૮૧ ની ટીમ તથા મહિલા પો.સ્ટે. ટીમના સંકલનથી બે વરસથી પિયરમાં રિસામણે બેઠેલી મહિલાનું સાસરીમાં પુનઃસ્થાપન થયું છે. 
આ પતિ પત્નીએ ૧૮૧  ટીમનો આભાર વ્યકત કર્યો હતો.