ગુજરાતમાં ગીર કેસરી પર આવી ફરી આફત

હુજરત સરકાર દ્વારા સિંહની સુરક્ષામાં કોઈ કચાસ ણ રહે તે માટે અનેક પ્રયત્નો કરવામાં આવે છે.પરંતુ ક્યાંકને ક્યાંક તો એવી કચાસ રહી જાય છે કે અવાર નવાર સિંહણ મોતના સમાચાર સામે આવતા હોય છે. ટ્રેન અકસ્માતમાં માત્ર સિંહ જ નહી અનેક વન્ય પ્રાણીઓના પણ મોત નીપજે છે.

અમરેલીના ટ્રેન અકસ્માતમાં એક સિંહે જીવ ગુમાવ્યો

રાજુલાના પીપાવાવ પોર્ટ  પાસે મોડી રાત્રે રેલવે ટ્રેક પર સિંહ ગુડ્સ ટ્રેન વચ્ચે અકસ્માતની સૌથી મોટી ઘટના સામે આવી છે.  રાજુલાના ઉંચેયા ભચાદર વચ્ચે ૪ સિંહો રેલવે ટ્રેક ક્રોસ કરતા 1 સિંહનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જયારે 1 સિંહ ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.તેમજ અન્ય 2 સિંહનો બચાવ થયો હતો.

4 સિંહમાંથી 2 સિંહને બચાવી શક્યા

સાવરકુંડલા રાજુલા પીપાવાવ પોર્ટ પર અત્યાર સુધીમાં 10 થી વધુ સિંહોના મોત થઈ ચુક્યા છે. રાજય સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે રેલ્વે ટ્રેક આસપાસ ફેનસિંગ કર્યા હોવા છતાં પણ અકસ્માતોની વણઝાર ચાલી રહી છે. પરંતુ ગુડ્સ ટ્રેનએ ઇમરજન્સી બ્રેક મારતા 4 સિંહોમાંથી 2 સિંહનો જ બચાવ થયો છે.

પર્યાવરણ પ્રેમીઓમાં અને સ્થાનિકોમાં નારાજગી દેખાઈ

રાજુલા નજીક ટ્રેન અકસ્માતમાં અવારનવાર વન્ય પ્રાણીના અકસ્માત સર્જાય છે. આ અકસ્માતમાં વન્ય પ્રાણીઓને જીવ ગુમાવવાનો વારો આવે છે. વારંવાર થતી ઘટનાથી સ્થાનિક લોકો અને પર્યાવરણ પ્રેમી લોકોમાં સિંહોના મોતથી અરેરાટી વ્યાપી છે.