પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના નવલા નોરતાની અંદર અલગ અલગ ગામડાનાં વિસ્તારનાં આગેવાનો દ્વારા આમંત્રણને માન આપીને જિલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ નાથાભાઈ ઓડેદરા અને કોંગ્રેસના આગેવાનો  અમર બાવરાવદર, ઇશ્વરિયા, ઠેપડા, માંડવા ગામમાં જઇ અંબે માતાનાં દર્શન કર્યા હતા અને માતાજીના ગરબાનો લાભ લીધો હતો અને આ પાવન પર્વમાં સહભાગી બનાવવા બદલ ગરબી આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો