પોરબંદર જિલ્લામાં મેગા ડિમોલેશન હાથ ધરાયું દરિયાઇ પટ્ટી વિસ્તારમાં આવેલા ગામોમાં હાથ ધરાઇ કામગીરી ગોસા,નવાગામ સહિતમા મકાનો- દુકાનો તોડી પડાયા પોરબંદર જિલ્લામાં ગત મોડીરાત્રીથી હાથ ધરાઇ કાર્યવાહી પોલીસ જિલ્લા પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે જીલ્લાના ૮ સ્થળોએ ડીમોલેશનની કાર્યવાહી હજુ પણ મેગા ડિમોલિશનની કામગીરી ચાલે તેવી શક્યતાઓ પોરબંદર જિલ્લામાં મેગા ડીમોલેશન ના પગલે લઘુમતી સમાજ ના ટોળા એકઠા થયા શહેર અને જિલ્લામાં આજે વહેલી સવારથી 8 સ્થળોએ મેગા ડીમોલેશન હાથ ધરાયુ હતું ડીમોલેશન બાદ શહેરના મેમણ વાડા વિસ્તારમાં લઘુમતી સમાજ એકઠા થયા કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે મેમણવાડા વિસ્તાર માં દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
પોરબંદર જિલ્લામાં દરિયાઈ પટ્ટી પર થયેલ અનઅધિકૃત બાંધકામ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઇ
પોલીસ વિભાગનો કડક બંદોબસ્ત: કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામેલ નથી
પોરબંદર.તા.૦૩,. મામલતદાર પોરબંદર ગ્રામ્યના તરફ ગૃહવિભાગ ગુ.રા.ના દરિયાઈ સુરક્ષા હેતુ માટે પોરબંદર ગ્રામ્ય વિસ્તારની દરિયાઈ પટી પર થયેલ અનઅધિકૃત બાંધકામો દૂર કરવાનું આયોજન આજ રોજ કરવામાં આવ્યું હતું.
જે અનુસાર નવી બંદર. મરીન પોલીસ વિસ્તારમાં રાજપર ગામ તળ ગોસા ખાતે બસ સ્ટેન્ડ સામે કુલ ૩ દુકાનો કે જેના કબજેદારને નોટિસ આપીને દબાણ દૂર કરવા જાણ કરવામાં આવી હતી. પરંતુ કબજેદાર દ્વારા આ દબાણ દૂર કરવામાં ન આવતા તે ત્રણ દુકાનોના દબાણ દૂર કરવાની કાર્યવાહી બપોરે ૪ કલાકેથી મામલતદારશ્રી પોરબંદર ગ્રામ્ય અને તેની ટીમ કે જેમાં તાલુકા વિકાસ અધિકારી પોરબંદર, એકઝી. મેજિસ્ટ્રેટશ્રી, સીનીયર સર્વેયરશ્રી ડીઆઈએલઆર પોરબંદર, વિસ્તરણ અધિકારી તાલુકા પંચાયત પોરબંદર તથા તલાટી કમ મંત્રી રાજપર ઉપસ્થિતિમાં આશરે ૩૦૦ ચો.મી.ક્ષેત્રફળ જેટલી સરકારી જમીન જે હાલની બજાર કિંમત રૂ.૪ લાખની થાય તે ખુલ્લી કરવામાં આવી હતી. જેમાં જેમાં ૨ જેસીબી મશીન તથા ૨ ડમ્પરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ કાર્યવાહી અંતર્ગત ગોસાબારા ખાતે ખાડીમાં કરવામાં આવેલ અનઅધિકૃત બાંધકામ કે જે દરિયાઈ સુરક્ષાની દૃષ્ટિએ ઘણું જ નુકશાન કારક થઈ શકે તેમ હતું જેને દૂર કરવામાં આવ્યું હતું. તેમજ ભૂતકાળમાં જે જગ્યા પર લેન્ડિંગ થયેલ તે ગોસાબારા લેન્ડિંગ પોઇન્ટ પરથી સુરક્ષા દૃષ્ટિએ દબાણ દૂર કરવામાં આવ્યું હતું.જેમાં ૧ જેસીબી મશીન ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત ગોસાબારા ખાતે આવેલ શ્રી ગેબનશાહ દરગાહની ફરતે કમ્પાઉન્ડ વોલનું અનઅધિકૃત બાંધકામ થયેલ હોય તેમજ આ સ્થળ પણ ગોસાબારા લેન્ડિંગ પોઇન્ટની નજીક હોય અને દરિયાઈ સુરક્ષાની દૃષ્ટિએ આ કમ્પાઉન્ડ વોલનું અનઅધિકૃત દબાણ દૂર કરવાનું જરૂરી જણાતા મામલતદાર પોરબંદર ગ્રામ્યની ટીમ દ્વારા આ કમ્પાઉન્ડ વોલ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં ૩ જેસીબી અને ૪ ડમ્પરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.