ખંભાત તાલુકાના ખટનાલ મુકામે ૫૧ લાખના ખર્ચે નવીન દૂધ મંડળીના મકાનનું અમુલના વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમારના વરદહસ્તે ઉદ્દઘાટન કરાયું હતું.જે પ્રસંગે ધારાસભ્ય મયુરભાઈ રાવલ, પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ પટેલ, ખેડા જિલ્લા મધ્યસ્થ બેંકના વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર(લાલભાઈ), એપીએમસી ડિરેકટર અમરસિંહ ઝાલા, રણછોડભાઈ ભરવાડ સહિત ગામના સરપંચ, વડીલો ઉપસ્થિત રહ્યા હતા.
(સલમાન પઠાણ-ખંભાત)