મહેમદાવાદ સ્થીત સિદ્ધિવિનાયક મંદિર ખાતે આજે આઠમ નિમિતે 101 શ્રીયંત્ર ની 1008 કમળ બીજથી પૂજા કરવામાં આવી હતી. જેનો લાખો ભક્તોએ લાભ લીધો હતો. આ યંત્રથી આપણા જીવન માં સુખ,સમૃદ્ધિ, અને શાંતી પ્રદાન થાય છે. આ મંદિરમાં દશેરા નિમિતે રાવણ દહન નું પણ આયોજન કરવામાં આવશે. જેમાં ગુજરાતના ભક્તો ઉપસ્થિત રહેવાના હોવાનું જાણવા મળેલ છે. મંદિરના ટ્રસ્ટી નરેન્દ્રભાઇ પુરોહિતે નવરાત્રિના નવ દિવસોમાં મંદિરમાં આવતા ભક્તો ને તમામ સગવડો પૂરી પાડતા ભક્તો આનંદવિભોર બની ગયા હતાં.