દેવનગરી મહેમદાવાદ શહેર સ્ટેશન પોલીસ ચોકી ના નવનિયુક્ત પી.એસ.આઇ. ડી. કે. રાઠૉડ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા નવરાત્રિના પવિત્ર આઠમના દિવસે માતાજી ની પૂજા અર્ચના સાથે હવન કરી નાળિયેર હોમી વર્ષો થી ચાલતી ધાર્મિક પરંપરાને રાખી યથાવત....!!!

  મહેમદાવાદ શહેરમાં આવેલ સ્ટેશન વિસ્તાર પાસે" સ્ટેશન પોલીસ ચોકી " જેમાં છેલ્લા ઘણા વર્ષોથી નવરાત્રીના પવિત્ર આઠમના દિવસે સ્ટેશન ચોકીની બહાર શાસ્ત્રોકત વિધિ વિધાન તેમજ બ્રાહ્મણ દ્વારા હવન કુંડ દ્વારા હવન કરી નાળિયેર હોમી સ્લોકઉચ્ચાર સાથે લોક હિતાર્થે તેમજ પવિત્ર વાતાવરણ માટે વર્ષોથી આ હવન કરવામાં આવે છે.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

   આજે પવિત્ર આઠમના દિવસે સ્ટેશન પોલીસ ચોકી મા નવનિયુક્ત એવા પી. એસ. આઈ.ડી. કે. રાઠૉડ સાહેબ સાથે રણજીતસિંહ ગઢવી ( હેડ કોન્સ્ટેબલ ), લાલભાઈ ( હેડ કોન્સ્ટેબલ ), તાહિરહુસેન સાથે સૌ સ્ટાફ ગણ સાથે મળી નવરાત્રિના પવિત્ર આઠમના દિવસે હવન કરી પોતાની ફરજની સાથે સાથે આ એક ધાર્મિક તેમજ સત્કાર્ય ને પરિપૂર્ણ કરતા જોતા મહેમદાવાદની ધર્મપ્રેમી જનતા જનાર્દને ગૌરવ સાથે બિરદાવી હતી.