પુજ્ય મહાત્માગાંધીજીની જન્મજયંતી નિમિત્તે નશાબંધી સપ્તાહ-૨૦૨૨ની ઉજવણીના ઉદ્ઘાટન સમારોહનું પોલીસ કોમ્યુનિટી હોલ, ફુવારા પાસે, પોરબંદર ખાતે લાયન્સ કલબ તેમજ પાયોનિયર તથા સાગર સમન્વય સંસ્થા તેમજ કામદાર કલ્યાણ કેન્દ્રનાના સંયુક્ત ઉપક્રમે મહિલા સંમેલન તેમજ વિવિધ સ્પર્ધાઓ તેમજ આઝાદીકા અમૃત મહોત્સવ થિમ હેઠળ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવેલ તેમજ નશાબંધી સાહિત્ય વિતરણ તેમજ પ્રદર્શન અને ઇનામ વિતરણ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.
કાર્યક્રમની શરૂઆત આમંત્રીત મહેમાનોના હસ્તે દિપ પ્રાગટ્ય કરી કરવામાં આવેલ.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
ત્યારબાદ બહેનો દ્રારા સંગીત ખુરશી અને તલવાર રાસ કરવામાં આવ્યો, ત્યારબાદ નશાબંધી અને આબકારી ગુજરાત રાજ્ય નશાબંધી બોર્ડના સભ્ય ડો.ચેતનાબેન તિવારીએ સમગ્ર આમંત્રીત મહેમાનોનું શબ્દોથી સ્વાગત કરી કાર્યક્રમની શરૂઆત કરી. અને જણાવ્યુ કે,નશાબંધી થકી ગુજરાત પ્રગતીશીલ છે અને મહિલાઓને વ્યશનથી દુર રહેવાની સલાહ આપી અને નશાબંધી સપ્તાહના વિવિધ કાર્યક્રમોની માહીતી આપી, અને નશાબંધીથી નવજીવન વિશે સવિસ્તૃત મહિલાઓને માહીતી આપી અંતે નવલા નોરતા નિમિત્તે પ્રાચીન રાસ ગરબો ગાય અને વ્યસનથી થતા નુકસાન બાબતે સ્ટોરી કહી વ્યસનથી દૂર રહેવા સલાહ આપવામાં આવેલ ત્યારબાદ પાયોનિયર ક્લબ તથા સાગર સમન્વય પ્રમુખ પ્રવિણભાઇ ખોરાવાએ નશાબંધી ખાતાનો આભાર માન્યો કે, ખરેખર નશાબંધી ખાતું ખરા અર્થે ખુબ જ સરસ વ્યસનમુક્તિ બાબતના કાર્યક્રમો કરે એ જાણી આનંદ થયો અને જણાવ્યુ કે, અમારી સંસ્થાની ક્યારેય પણ જરૂર પડે તો અમો સેવામાં તત્પર રહીશું ત્યારબાદ મહેર રાશ મંડળના પ્રમુખે નશાબંધી ખાતાના વિવિધ કાર્યક્રમો બાબતે માહીતીગાર કરી વ્યસનથી દૂર રહેવા સલાહ આપી અને જણાવ્યુ કે, વ્યસન રાખવું હોય તો ભારતીય સંસ્કૃતિનું વ્યસન રાખો તેમજ મહેર રાસ બાબતે સવિસ્તૃત માહિતી આપી ત્યારબાદ લાયન્સ ક્લબ પોરબંદરના પ્રમુખ આશિષભાઇ પંડ્યાએ વ્યસનબાબત વિસ્તૃત માહિતી આપી અને લાયન્સ ક્લબની વિવિધ સેવા થકી સામાજીક ઉત્થાનની વાત કરી અને વ્યસનમુક્તિનો સંદેશો આપ્યો ત્યારબાદ નશાબંધી અધિક્ષક પી.આર ગોહિલ સાહેબે નશાથી થતા આર્થિક તેમજ સામાજીક તેમજ શારીરીક નુકસાન વિષે વિસ્તૃત માહિતી આપી અંતે નશો ના કરવા બાબત પ્રતિજ્ઞા લેવડાવી તેમજ ત્યારબાદ કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે ઇનામ વિતરણ કરી કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ મહિલાઓને પ્રોત્સાહીત ઇનામ લાણી કરવામાં આવી અંતે કામદાર કલ્યાણ કેન્દ્રના સંચાલીકા સંતોકબેન વિઝુડાએ આભાર વીધી રજુ કરી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન પાયોનીયર ક્લબ ઉપપ્રમુખ જયેન્દ્રભાઇ ખુંટી તેમજ કામદારકલ્યાણ કેન્દ્રના સંચાલીકા સંતોકબેન વિઝુડાએ કરેલ.
કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોમાં નશાબંધી અધીક્ષકશ્રી પી.આર ગોહિલસાહેબ તેમજ નશાબંધી બોર્ડ ગુજરાત રાજ્ય તેમજ અમલીકરણ સમીતીના સભ્ય ડો.ચેતનાબેન તિવારી તેમજ પાયોનિયર ક્લબ અને સાગર પુત્ર સમન્વયના પ્રુમખ પ્રવિણભાઇ ખોરાવા તેમજ પાયોનિયર ઉપપ્રમુખ જયેન્દ્રભાઇ ખુંટી તેમજ નશાબંધી ખાતાના નિવૃત ઇન્સ્પેક્ટર વી.જી જાડેજાસાહેબ તેમજ મહેર રાસમંડળ પ્રમુખ રાણાભાઇ સીડા તેમજ લાયન્સ ક્લબ પ્રમુખ આશિષભાઇ પંડ્યા તેમજ તેમનો સ્ટાફગણ કિશનભાઇ મલકાન સેક્રેટરી તેમજ ગોપાભાઇ લોઢારી તેમજ રાજેશભાઇ લાખાણી તેમજ ભીખુભાઇ સામાણી, તેમજ નીધીબેન શાહ તેમજ દુર્ગાબેન લાદીવાલા તેમજ અજયભાઇ દત્તાણી તેમજ કેતનભાઇ હિંડોચા તેમજ કામદાર કલ્યાણ કેન્દ્ર સંચાલીકા સંતોકબેન વિઝુડા તેમજ નશાબંધી ખાતાના બી.જે કરમટા તેમજ તમામ સ્ટાફગણ ઉપસ્થિત રહ્યો હતો અને કાર્યક્રમ સફળ રહેવા પામ્યો હતો.