રોટરી ક્લબ ઓફ વઢવાણ સીટી દ્વારા તા ૨૯-૩૦ સપ્ટે. અને ૧-૨ ઓક્ટો. ૨૦૨૨ ના રોજ નવરાત્રી મહોત્સવ નું આયોજન કેમ્બ્રિક સ્કૂલ ગ્રાઉન્ડમાં કોઠારીયા રોડ વઢવાણ ખાતે કરવા મા આવેલ છે . જે ખાસ છેલ્લા ૧૮ વર્ષો થી સમાજ ઉપયોગી પ્રોજેક્ટ માટે ફંડ એકત્રિત કરી સમાજ ના લોકો ને ખરા અર્થ મા મદદરુપ થવા ના ઉદેશ થી કરવા મા આવે છે જેમકે ,૧ રોટરી ગાર્ડન,૨ રોટરી થેલેસેમિયા સેન્ટર,૩ રોટરી ડાયાલીસીસ સેન્ટર,૪ રોટરી અન્નપુર્ણા રથ,૫ રોટરી યંગ્ઝ ક્લબ વગેરે સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે. નવરાત્રી ગરબા ના પ્રથમ દિવસે જ ગરબે રમવા રોટરી ક્લબના પરિવાર તથા યુવાધન ડીજેના તાલ સાથે હિલોળે ચડ્યું હતું. સમાજ ઉપયોગી તથા ખરા અર્થમાં મદદરૂપ થવા માટે રોટરી ક્લબ વઢવાણ સીટી દ્વારા 2022 ના ગરબા ના આયોજન માટે કારોબારી સભ્ય તથા મેમ્બરોએ જહેમત ઉઠાવી હતી.