સુરેન્દ્રનગર રોટરી ક્લબ ઓફ વઢવાણ દ્વારા વઢવાણ કોઠારીયા રોડ પર કેમ્બ્રિક સ્કૂલના કમ્પાઉન્ડમાં નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવેલ. જેમાં હજારો કિલોમીટર દૂર બ્રાઝિલ થી આવેલ સ્ટુડન્ટ ગર્લ્સ farnanda Aline નામની કુમારી વિદ્યાર્થીની ધોરણ 11 ભણવા એક વર્ષ માટે સુરેન્દ્રનગર આવેલ. રોટરી ક્લબ ઓફ વઢવાણ(Aduction Exchange Program) હેઠળ બ્રાઝિલ થી સુરેન્દ્રનગર આવેલ. વિદેશી વિદ્યાર્થીને નવરાત્રીનો પર્વ એટલી હદે ગમી ગયો કે તેમણે નવરાત્રી ગરબા રમવા ખાસ ગરબાના અનેક વિવિધ પ્રકારના સ્ટેપ શીખી લઈને ગરબે ધૂમ મચાવી લોકો સાથે માતાજીના ગરબા લઈને અનેરો આનંદ મેળવી રહેલ. વિદેશી વિદ્યાર્થીની એ માત્ર બે મહિનામાં જ ઘણી બધી ગુજરાતી ભાષા શીખી લીધી છે. તમણે જણાવ્યું કે મને ગરબા ખૂબ જ ગમી ગયું છે કેમ છો?મજામાં છો આટલું બોલવા તથા શીખવા માં થોડી મુશ્કેલીઓ પડી હતી પરંતુ હાલ ગરબા નવરાત્રી ફેસ્ટિવલમાં ગરબા રમીને મજા આવી જાય છે વધુમાં જણાવેલ કે હિન્દુ સંસ્કૃતિથી હું પ્રભાવિત છું આ સાથે મને ભારતીય વ્યંજન પણ ખૂબ ગમી ગયા છે અહીંના લોકો ખૂબ જ સારા છે. જ્યારે હું મારા પરિવારને ત્યારે ચોક્કસથી ભારતીય સંસ્કૃતિ વિશે જણાવીશ.