શહેરના રેલ્વે સ્ટેશન ખાતે આવેલ કચ્છ કડવા પાટીદાર સમાજ વાડી ખાતે સમાજ દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. જેમાં સાઉન્ડના તાલે નવલા નોરતાનો થનગનાટ ખેલૈયાઓ મન મુકીને ઝૂમી રહ્યા છે. ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મા શક્તિની આરાધના અને ગરબે ઝુમવા યુવાધન હિલોળે ચડ્યુ હતું. માતાજીની મહા આરતી કરી ખેલૈયાઓ રાત્રે 08:00 વાગ્યાથી ગરબાની રમઝટ શરૂ કરે છે અને રાત 12:00 વાગ્યા સુધી તેનો થનગનાટ જોવા મળે છે. કચ્છ કડવા પાટીદાર સમાજના આગેવાનો દ્વારા આ રાસ ગરબાનું આયોજન કરવામાં આવેલ હતું.