સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાષ્ટ્પિતા મહાત્મા ગાંધીજી તથા પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતી નિમિત્તે નગરપાલિકા પરિસર ખાતે આવેલ મહાત્મા ગાંધી પ્રતિમાને વંદના તથા શાસ્ત્રીજીને પુષ્પહાર પહેરાવીને તેઓની જન્મજયંતિ ઉજવવામાં આવી હતી તથા ખાદી ઉદ્યોગ કેન્દ્ર ખાતે કોંગ્રેસના આગેવાનો દ્વારા ખાદીના વસ્ત્રોની ખરીદી કરવામાં આવી હતી ત્યારબાદ સિહોરના વડલાચોકથી સિહોરની મુખ્યબજારમાં વેપારીઓ તથા રાહદારીઓને રાહુલ ગાંધીના આઠ વચનોની પત્રિકા વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે સિહોર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ગોહિલ કહ્યા હતું કે વિશ્વની બધી જ સમસ્યાઓનું સમાધાન ગાંધી વિચારોમાં જ છે. મહાત્માગાંધીએ હંમેશા સ્વ નો નહિ, સમષ્ટિનો વિચાર કર્યો અને તેથી જ તેઓ વ્યકિત નહિ સ્વયં એક વિદ્યાપીઠ છે ગાંધીજીના સત્ય, અહિંસા, સત્યાગ્રહ, સ્વચ્છતા, સ્વાવલં બન, સ્વદેશી અને ગ્રામ રાજયથી રામ રાજયના વિચારો કાલબાહ્ય છે અને વર્તમાન સમયમાં પણ એટલા જ રિલેવન્ટ છે.મહાત્મા મહામાનવ હતા.વિશ્વના કોઇ વ્યકિત પોતાના આચાર-વિચાર જીવન કવનથી લોકદર્શક, લોકમાર્ગ દર્શક્ર મહાત્મા નથી બની શકયા જે ગુજરાતની ધરતીના આ સપૂતે મહાત્મા વતી કરી બતાવ્યું છે ત્રિવિધ કાર્યક્રમમાં આગેવાન કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા ગાંધી જ્યંતિ નિમિત્ત સિંહાર કાગ્રેસનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો, નગરપાલિકા, ખાતે આવેલ મહાત્મા ગાંધી પ્રતિમાને વંદન સાથે પુષ્પાજલી અર્પણ કરી, કાર્યકરોએ ખાદીની ખરીદી કરી