હાલ નવરાત્રી પર્વની ઉજવણી ચાલી રહી છે. નવરાત્રી બાદ આણામી સમયમાં દિવાળીના તહેવારો આવી રહ્યા છે, આ તહેવારોમાં મીઠાઈ ફરસાણની મોટા પાયે ખરીદી થતી હોય છે. ત્યારે સિહોર સહિત તાલુકામાં મીઠાઈની દુકાનદારો દ્વારા મીઠાઈની બનાવટમાં ભારે ભેળસેળ કરવામાં આવતી હોય પ્રજાના આરોગ્ય સામે જોખમ તોળાઈ રહ્યા છે. ત્યારે ખાધ ચીજો ના નમૂનાઓની ચકાસણી ભેળસેળ, કરનારાઓ સામે તંત્ર દ્વારા પગલાં લેવા માંગણી ઉઠવા પામી છે. વિજયાદશમી, દિવાળી, બેસતું વષ “તેમજ ભાઈબીજના તહેવારો પર મીઠાઈની ખરીદીમાં વધારો થતો હોય છે. સામાન્ય પ્રજાને પરવડે નહીં તેમ મીઠાઇ ફરસાણના ભાવો આસમાને પહોંચ્યા છે. બીજી બાજુ ખાધતેલમાં ભાવમાં ભારે ધટાડો થયો છે. આમ છતાં વેપારીઓ દ્વારા મીઠાઈ ફરસાણ ના ભાવમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. મીઠાઈ ફરસાણ ના ભાવમાં ઘટાડો કરવાની વાત તો દૂર રહી મીઠાઈ - ફરસાણ જેવા ખાધ બનાવટની ગુણવત્તાના નિયમોનું ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે. વેપારીઓ દ્વારા મીઠાઈની બનાવટમાં પામોલીન જેવા તેલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેથી મીઠાઈ ની બનાવટો નરમ બની જતી હોય છે તેમજ મીઠાઈમાં કગ ચઢી જતી હોય છે. ફરસાણમાં વપરાશમાં વધેલ તેલનો ફરીથી ઉપયોગ
કરવામાં આવતો હોઇ કાળું પડી ગયેલ તેલના વપરાશ થી બનાવેલ ફરસાણ જેવી ખાધ બનાવટો પ્રજાના આરોગ્ય માટે ખતરા રૂપ બને છે. ત્યારે તહેવારો ટાણે માવાની બનાવટો, મીઠાઈ ફરસાણની વસ્તુઓની ખરીદીમાં સાવધાની રાખવાનું જરૂરી બન્યું છે. ખાધચીજોની ગુણવત્તાની ચકાસણી બાબતમાં આરોગ્ય તંત્ર તેમજ દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ભારે ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની વેપારીઓ સાથે મીલીભગત ના કારણે ફૂડ તેમજ ખાધચીજો ના ઉત્પાદકો દ્રારા ગુણવત્તા બાબતે ભારે બેદરકારી દાખવવામાં આવી રહી છે. ત્યારે પ્રજાના આરોગ્ય સુખાકારી ની જવાબદારી સંભાળનાર તંત્ર દ્વારા ખાધ ચીજો ની ગુણવત્તા બાબતે નમૂનાઓ લઇ ઝીણવટભરી ચકાસણી કરવા જાગૃત પ્રજામાંથી સૂર ઉઠવા પામ્યો છે. ભેળસેળયુકત મીઠાઇ તેમજ ખાધ બનાવટોની ગુણવત્તાની ચકાસણીમાં ચાલતું લોલમ લોલ