ભારતના મુખ્ય ન્યાયાધીશ એન.વી રમન્નાની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું છે કે, કેન્દ્ર સરકાર અંબાણી પરિવારને સુરક્ષા કવચ આપવાનું ચાલુ રાખી શકે છે. અને ત્રિપુરા હાઈકોર્ટમાં જાહેર હિતની અરજીને રદ્દ કરી હતી. જેમાં રિલાયન્સ પરિવારને સરકાર દ્વારા આપવામાં આવી સુરક્ષા સેવાને પડકારવામાં આવી હતી. બેન્ચે જણાવ્યું હતું કે, હાલ આ સુરક્ષા ચાલુ રહેશે, તે સુરક્ષા કવચ જાળવવાના ખર્ચની ચૂકવણી અંબાણી પરિવાર કરશે. લાઈવ લોના અહેવાલ મુજબ, રમના, જસ્ટિસ કૃષ્ણ મુરારી અને હિમા કોહલીની બેંચે દાખલ કરનાર અરજદારના સ્થાન પર સવાલ ઉઠાવ્યા હતા.

અને ઉમેર્યું હતું કે ત્રિપુરા હાઈકોર્ટે આવી પિટિશન પર ધ્યાન આપવાની જરૂર નથી. બેન્ચે કહ્યું. “આમાં કોઈ શંકા નથી કે, ક્રમ ૨-૬ના રિસ્પોન્ડન્ટ્‌સ ભારતની સૌથી મોટી અને પ્રખ્યાત ખાનગી કંપનીઓના પ્રમોટર્સ છે. તેમના જીવને જાેખમ રહેલું છે, તેવું ન માનવા માટે કોઈ કારણ નથી.” તેમણે વધુમાં જણાવ્યું કે “અરજીકર્તા, યુનિયન ઓફ ઈન્ડિયા- પહેલાથી જ આ ધમકીઓથી વાકેફ છે અને તેથી પહેલાથી જ તેમને સુરક્ષા પૂરી પાડી રહી છે. વધુમાં, બોમ્બેની હાઈકોર્ટે અગાઉ પણ તેમના માટે ઢ સુરક્ષાની જરૂરિયાતને માન્યતા આપી છે.

આગાઉ આજ બાબતમાં સ્પેશિયલ લીવ પિટિશન ફગાવી દેવામાં આવી છે. આ સંજાેગોમાં, જેમણે પોતાનું સ્થાન પણ જણાવ્યું નથી, એવી થર્ડ પાર્ટી દ્વારા દાખલ કરવામાં આવેલી આ મુદ્દાને ધ્યાનમાં લેવા માટે ઇચ્છતા નથી. ત્રિપુરા હાઈકોર્ટે વિકાસ સાહા દ્વારા દાખલ કરવામાં આવેલી પર ૩૧ મે અને ૨૧ જૂનના રોજ બે વચગાળાના આદેશો પસાર કર્યા હતા.

કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા જાળવવામાં આવેલી અંબાણી, તેમની પત્ની અને બાળકોને મળેલી ધમકીઓ જેના આધારે સુરક્ષા આપવામાં આવી છે. તે મૂળ રિપોર્ટ ફાઇલ મૂકવાનો નિર્દેશ આપ્યો હતો. વેકેશન બેન્ચે ૨૯ જૂને ત્રિપુરા હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો હતો. કેન્દ્ર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે ત્રિપુરામાં રહેતા અરજીકર્તા વિકાસ સાહાને મુંબઈમાં રહેતા વ્યક્તિને પૂરી પાડવામાં આવતી સુરક્ષા સાથે કોઈ લેવાદેવા નથી.