મહેમદાવાદ શહેર ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા મહાત્મા ગાંધીજી તેમજ લાલ બહાદુર શાસ્ત્રીજી ની જન્મ જયંતી નિમિત્તે સેવાદળ એકેડેમી થી લઈને ખાત્રજ ચોકડી સુધી બાઇક રેલીનો કાર્યક્રમ યોજાયો....

   આ આ કાર્યક્રમમાં સુધાબેન ચૌહાણ ( મહિલા જિલ્લા પ્રમુખ ), રામસિંહ ઝાલા (તા. પ્રમુખ ), મનીષભાઈ મોરી(મહે. શહેર પ્રમુખ), જુવાનસિંહ. એચ, જુવાનસિંહ. જી., ચંદ્રશેખર ડાભી, રાજેશભાઈ વાઘેલા, દર્શન શાહ (મહે. શહેર મહામંત્રી ), વિઠ્ઠલભાઈ પરમાર, અમૃત પરમાર ( એસ.સી. સેલ. પ્રમુખ. મહે. તાલુકા ) તેમજ કરીમભાઈ મલેક ( માઇનોરીટી ડીપાર્ટમેન્ટ વાઇસ ચેરમેન, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ) સાથે આ બાઇક રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ખાત્રજ ચોકડી સર્કિટ હાઉસ ખાતે સુધાબેન ચૌહાણ, ચંદ્રશેખર ડાભી જેવા અનેક હોદ્દેદારોએ વિધાનસભાની ચૂંટણીને લઈને સૌ કાર્યકર્તાઓ તેમજ આવનાર સૌ ને પોતાની સરળ ભાષામાં માર્ગદર્શન સાથે સુંદર વક્તવ્ય આપ્યું હતું.

   અંતમાં સુધાબેન ચૌહાણ દ્વારા ( મહિલા જિલ્લા પ્રમુખ ) જેઓં એ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સૌ કોઈનો આભાર વ્યક્ત કર્યો હતો.