ઠાસરા તાલુકાના માસરા ગામે પ્રાથમિક શાળામાં આજે શનિવારના રોજ તાલુકાનો આઠમા તાબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો જેમાં 4 ગામ ખીજલપુર,મોરઆંબલી,બોરડી વીંઝોલ ગામને આવરી લેવામાં આવ્યા હતા સરકારની યોજાયેલ લાભ અને સહાયતા અંગેના વ્યક્તિગત પ્રશ્ર્નોનો સ્થળ ઉપર નિકાલ કરવામાં આવ્યો એક પણ લાભોથી બાકી રહી ન જાય તેને માટે વિવિધ સમજૂતી આપી હતી આ સેવા સેતુમાં તમામ કચેરી ગણ હાજર રહી દરેકના પ્રશ્નનો સ્થળપર નિકાલ કરવામાં આવ્યો આ કાર્યક્રમમા નયનાબેન પટેલ ખેડા જિલ્લા પંચાયત પ્રમુખ નડિયાદ,ઠાસરા તાલુકા પંચાયત પ્રમુખ કાનાજી તેમજ મામલતદાર ઠાસરા ટીડીઓ ઠાસરા અને સ્ટાફ તથા આ સેવાસેતુ કાર્યક્રમ હેઠળ સરકારની વિવિધ યોજનાઓના લાભ લેનાર લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર: રીઝવાન દરિયાઈ
ખેડા: ઠાસરા ગળતેશ્વર