વિશ્વ વરિષ્ઠ નાગરિક દિન નિમિત્તે અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી દ્વારા જિલ્લાના ૮૦ થી વધુ વય ધરાવતા તેમજ શતાયુ નાગરિકો - મતદાતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, ૮૦ થી વધુ વયના તેમજ શતાયુ મતદારોને સન્માનિત કરવા,

ભારતના ચૂંટણી પંચ દ્વારા સૂચના આપવામાં આવે છે. લોકશાહીમાં ૮૦ થી વધુ વયના તેમજ શતાયુ નાગરિકો - મતદાતાઓના મતદાન અને લોકશાહીમાં તેમના મહત્વ વિશે અન્ય તમામને પણ ખ્યાલ આવે અને તે ભારતની લોકશાહી માટે પ્રેરણારુપ હોવા વિશે અન્યોને માહિતગાર કરવાનો ઉદ્દેશ્ય છે. વરિષ્ઠ મતદારોની ભારતની લોકશાહીમાં તેમની પણ ભાગીદારી હોવા બાબતે તેમને પ્રશંસાપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. 

રિપોર્ટર ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.