જુનાગઢ મહાનગર પાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)આવાસોના ઈ-

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

લોકાર્પણ અને લાભાર્થીઓ દ્વારા બનાવેલ બી.એલ.સી.આવાસોના ઈ-ગૃહ પ્રવેશ કાર્યક્રમ

માન.વડાપ્રધાન સાહેબશ્રી ના વરદ હસ્તે,અંબાજી ખાતે થી યોજાયો હતો.મહાનગર પાલિકા

જુનાગઢ દ્વારા શહેરી વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ચાલતા

બી.એલ.સી.ઘટકના લાભાર્થીઓને ગૃહ પ્રવેશ માટે પ્રતિક રૂપે કળશ એનાયત કાર્યક્રમ

તા:૩૦/૦૯/૨૦૨૨ના શુક્રવારે સાંજે સમય ૪:૦૦કલાકે શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે

માન.મેયરશ્રી ગીતાબેન એમ.પરમાર,માન.કમિશનરશ્રી રાજેશ એમ. તન્ના, માન.ડે.મેયરશ્રી

ગીરીશભાઈ કોટેચા,શહેર ભાજપ પ્રમુખશ્રી પુનિતભાઈ શર્મા,ડો.વિનોદભાઈ ભંડેરી, નાયબ

કમિશનરશ્રી જયેશભાઈ

વાજા,ગુજરાત હાઉસીંગ બોર્ડના અધિકારીશ્રી ઝડફીયા,આંકડા

અધિકારીશ્રી ડુભાણીયા,સેક્રેટરીશ્રી કલ્પેશભાઈ ટોલિયા,કાર્યાપાલક ઈજનેરશ્રી અલ્પેશભાઈ

ચાવડા,કાર્યાપાલક ઈજનેરશ્રી દીપકભાઈ ગૌસ્વામી ની ઉપસ્થિતિમાં યોજાયો.

આ કાર્યક્રમના પ્રારંભે જોષીપરા કન્યા છાત્રાલય બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ

કરવામાં આવેલ.પુષ્પગુચ્છથી ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરાયું. સ્વાગત પ્રવચન નાયબ

કમિશનરશ્રી જયેશભાઈ વાજા દ્વારા તથા પ્રાસંગિક ઉદબોધન ભાજપ પ્રમુખશ્રી પુનિતભાઈ શર્મા

દ્વારા કરવામાં આવ્યું હતું.

માન.મેયરશ્રી ગીતાબેન.એમ.પરમારએ જણાવ્યું હતું

હતું કે માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ

મોદીનાં નેતૃત્વમાં કામ કરતી સરકારની અનેકવિધ યોજનાનો લાભ જરૂરીયાત મંદ છેવાડાના

માનવી સુધી પહોચી અને તેઓ આત્મનિર્ભર બને તેવા પ્રયત્ન સરકાર દ્વારા થઇ રહ્યા

છે.અનેકવિધ યોજનાનો લાભ વધુ માં વધુ લોકો મેળવે તેવો અનુરોધ કરેલ છે. 

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કુલ-૪ ઘટકો પૈકી બી.એલ.સી.ઘટક હેઠળ મહાનગર

પાલિકા જુનાગઢ હદ વિસ્તારમાં હાલ ફેઝ-૧ થી ૭ ના કુલ ૭૦૯ લાભાર્થીઓના આવાસ

સરકારશ્રી દ્વારા મંજુર કરવામાં આવેલ છે,જે પૈકી કુલ ૪૯૯ લાભાર્થીઓએ આવાસ બાંધકામની

કામગીરી પૂર્ણ કરેલ છે.તેમજ કુલ ૧૭૦ આવસોનુ કામ પ્રગતિમાં છે.જે માટે કુલ૧૯.૨૩ કરોડ

જેવું માતબર રકમ સરકારશ્રી દ્વારા ડી.બી.ટી ના માધ્યમથી સીધા જ લાભાર્થીઓના ખાતામાં

રકમ જમા કરાયેલ છે વિશેષમાં નવા કુલ-૬૦ લાભાર્થીઓના આવાસોના ડી.પી.આર.તૈયાર કરી

સરકારશ્રીમાં મંજૂરી અર્થે મોકલી આપેલ છે.આ રીતે શહેરી વિસ્તારના લાભાર્થીઓને લાભ

એનાયત કરવામાં આવ્યો.

આ કાર્યક્રમ માં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત શોર્ટ ફિલ્મ દર્શાવવામાં આવી તેમજ

લાભાર્થીઓ એ યોજના અંતર્ગતના પોતાના પ્રતિભાવો પણ રજુ કર્યા હતા.અને યોજના અંતર્ગત

લાભાર્થીઓને સ્ટેજ પરથી જ ગૃહ પ્રવેશ માટે પ્રતિક રૂપે કળશ આપવામાં આવ્યા.આ તકે

માન.પ્રધાનમંત્રીશ્રીનું લાઇવ ઉદબોધન નિહાળવામાં આવ્યું.આ કાર્યક્રમ ના અંતે આભારવિધિ

કાર્યાપાલક ઈજનેરશ્રી દીપકભાઈ ગૌસ્વામી દ્વારા કરવામાં આવી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન

શ્રી હારૂનભાઈ વિહળ દ્વારા કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર રેશમા સમા જુનાગઢ