જેતપુર પાલિકાના એક સદસ્યનું રાજીનામું

જેતપુરમાં ભાજપના મોટા નેતાઓ કિન્નાખોરી રાખતા હોવાનો.આક્ષેપ

એકબાજુ વિધાનસભાની ચુંટણી ની તૈયારીઓ તંત્ર અને પક્ષો કરી રહ્યા છે હવે ગણતરીના દિવસો ચૂંટણી માટે રહ્યા છે ત્યારે ભાજપ પક્ષના નેતાઓ સતા ટકાવવા માટે ગડમથલ કરી રહ્યા છે એ એ વચ્ચે જેતપુર ભાજપનાં મોટા નેતાઓ દ્વરા પાલિકામાં ભાજપના મેન્ડેડ થી જીતેલા મહિલા સભ્ય સાથે કિન્નાખોરી રાખતા હોવાના આક્ષેપ સાથે રાજીનામું ધરી દેતા જેતપુરના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.

જેતપુર વોર્ડ નં 3 નગરપાલિકાનાં નાં ભાજપના મેન્ડેડ થી જીતેલા કવીબેન સામતભાઈ સાંજવાએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ તેમજ ધારાસભ્ય અને નગરપાલિકાના ચીફ ઓફિસરને ઉદ્દેશીને આપેલું રાજીનામામાં આક્ષેપ કરી જણાવેલ કે.વોર્ડ નં 3 વિસ્તાર માં પ્રજા ના નાના મોટા યોગ્ય કાર્યવાહી કરતા હોઈ છે તેમજ અમારા પરિવાર ના સભ્યો દ્વારા પાર્ટી લાઈન માં અને પક્ષ ની મર્યાદા માં રહી અન્ય જાહેર હિત ના સમર્થન માં પણ સરકાર તેમજ સબંધિત વિભાગો ને રજૂઆતો કરવામાં આવતી હોય છે જેના લીધે છેલ્લા બે ત્રણ વર્ષથી અમુક અસામાજિક તત્વો ને તેમજ અન્ય પક્ષ ના રાજકીય લોકો ને વ્યક્તિ ગત અંગત હિતો ને કોઈ ને કોઈ રીતે નુકશાન થઇ રહ્યું હોય આ અસામાજિક તત્વો દ્વારા સ્થાનિક નગરપાલીકા તંત્ર મામલતદાર તંત્ર પોલીસ તંત્ર ને ગેરમાર્ગે દોરનારી વિગતો આપી અમારી વિરુદ્ધ સરકારી તંત્રો નો દુરોપયોગ થઈ રહ્યો હોય તેમજ તેમના આ કારનામા ઓ પાછળ ભાજપ -2 ના કહેવાતા અમુક મોટા નેતા ઓ પણ પોતાના અંગત હિતો ની સુરક્ષા માટે પાછલા બારણે આ અસામાજિક તત્વો ને ખોટી રીતે દોરીસંચાર કરી રહ્યા છે અને ભાજપ પક્ષ દ્વારા આપવા માં આવેલ હોદા તેમજ પ્રજા એ આપેલ સમર્થન નો દુરોપયોગ કરી રહ્યા હોય જેથી તેમની સામે પ્રજાહિત માં પ્રત્યુત્તર આપવો અનિવાર્ય હોય જે પ્રજાહિતમાં આવા નેતાઓ તેમજ અસામાજીક તત્વોને જવાબ આપવા માટે અમો રાજીખુશી થી જેતપુર નગરપાલિકા ના સભ્યપદે થી રાજીનામુ આપ્યું છે

જતપુર વોર્ડ નં 3 સુધરાઇ સભ્ય કવીબેન સામતભાઈ સાંજવાએ ધરેલ રાજીનામા અંગે જેતપુર નવાગઢ નગરપાલિકા ચીફ ઓફિસર અશ્વિન ગઢવીએ જણાવ્યું હતું કે સુધારાઈ સભ્યએ 

નિયમ મુજબ રાજીનામું નગરપાલિકા પ્રમુખને મોકલ્યું છે જેથી જેતપુર નગરપાલિકા નાં પ્રમુખે રાજીનામું મંજુર કરી આપેલ છે.