સુરેન્દ્રનગર: કલાને સવા સાથે સુમધુરો સંબંધ છે. તા. ૧/૮/૨૦૨૨ થી ૫/૮/૨૦૨૨ સુધીમાં જિલ્લા રમત ગમત વિભાગ સુરેન્દ્રનગર કચેરી દ્વારા "આઝાદી અમૃત મહોત્સવ" અંગે "સવા શાળા" માં પાંચ દિવસનો પેઇન્ટિંગ વર્ક શોપ યોજાઈ ગયો જેની થીમ હતી હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા. પ્રથમ દિવસે ઉદઘાટન અને અંતિમ દિવસે સમાપન કાર્યક્રમમાં આર્ટ્સ કોલેજના પ્રિન્સીપાલશ્રી અમિત મિશ્રા, જિલ્લા રમત ગમત અધિકારીશ્રી ભરત ગોહિલ, પ્રાંત અધિકારીશ્રી મમતાબેન પંડિત, દાજીરાજ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શ્રી મકવાણા અને માધ્યમિક શૈક્ષિક સંઘના અધ્યક્ષ શ્રી પંકજ ઉપાધ્યાય હાજર રહ્યા હતા. તજજ્ઞ શ્રી ભાવિનીબા ઝાલા અને શમાબેને પાંચ દિવસ વિધ્યાર્થીઓને પેઇન્ટિંગ શીખવ્યું હતું. વર્ક શોપના અંતિમ દિવસે ભાગ લીધેલ દરેક વિદ્યાર્થીઓને અધિકારીઓના હસ્તે સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
પાચે પાચ દિવસ એક જ થીમ પર વિદ્યાર્થીઓએ હરઘર તિરંગામાં અવનવા ચિત્રો દોર્યા હતા. આ વર્ક શોપ માં ૧૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.